ખબર

માતૃભૂમિ કાજે શહાદત વહોનાર વડોદરાના શહીદને લોકોએ અશ્રુભીની આંખે આપી શ્રદ્ધાંજલિ, એરપોર્ટ પર અપાયું ગાર્ડ ઓફ ઓનર

વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા અને હાલમાં આસામમાં બીએસફમાં ફરજ બજાવતા સંજય સાધુ નામના યુવાનનું પેટ્રોલિંગ દરમિયાન શાહિદ થયા હતા. બીએસએફના અધિકારીઓએ રવિવારે રાતે 10 વાગ્યાની આસપાસ આ દુઃખદ ઘટના અંગે પરિવારજનોને જાણ કરી હતી. શહીદ જવાનના સમાચાર મળતા પરિવારજનો અને મિત્રમાં આભ તૂટી પડ્યું છે. ભારત બાંગલા દેશ સરહદ ખાતે સાઉથ સાલમારા મનકાચરકા જિલ્લામાં પશુ તસ્કરીને રોકવા જ્યાં વરસાદી માહોલ દરમિયાન પગ લપસી જતા નાળામાં પડી જતા શહીદ થયા હતા.

શહીદનો મૃતદેહ ગત મોડી રાતે દિલ્લીથી હવાઈ માર્ગે વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. એરપોર્ટ પર જ સંજય સાધુના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સદગતને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં રાજકિય નેતા, મેયર, કલેકટર, કમિશનર,શહેર કોંગ્રેસ પ્રમુખ,વિરોધ પક્ષ નેતા અને શહીદ જવાન સંજય સાધુનો પરિવાર, બીએસએફના જવાનો પહોંચ્યા હતા. રાતે તો સદગતના પાર્થીવદેહને સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં જ રાખવામાં આવ્યો હતો.


ગત મોડી રાતે 6 બટાલિયન ટીમ દ્વારા તિરંગામાં લપેટાયેલા શહીદનો પાર્થિવ દેહનું એરપોર્ટ પર આગમન થતા જ વાતાવરણ ભારત માતા કી જ્યના નારાથી ગુંજી ઉઠ્યું હતું. તિરંગામાં લપેટાયેલા શાહિદના પાર્થિવ દેહને સેનામાં ફૂલથી સજાવાયેલા વાહનમાં અંતિમ વિદાઈ માટે લઇ જવામાં આવ્યા હતા.

વડોદરાના કલેકટર શાલિની અગ્રવાલ અને કમિશનર અનુપમસિંઘ ગહલૌતે પરિવારને શાંત્વના પાઠવી કહ્યું હતું કે, દેશ માટે બલિદાન આપનાર શાહિદના પરિવારજનોનો સાથે હંમેશા જિલ્લા વહીવટી અને પોલીસ ખડેપગે જ છે.

સંજય સાધુને સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો છે. જેઓ ગાંધીનગર રહે છે. વાર તહેવારે તે વડોદરા આવતા-જતા રહે છે. સંજય સાધુના પિતા પણ પોલીસ કર્મચારી હતા જેઓનું ત્રણ વર્ષ પહેલા જ અવસાન થયું હતું. ત્યારે જુવાનજોધ પુત્રનું અવસાન થતા પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે.

જણાવી દઈએ કે ગત મહિને વડોદરાના આરીફ પઠાણે જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયરમાં થયેલા ગોળીબારમાં શહાદત વ્હોરી હતી. ત્યારે વધુ એક યુવાને શહીદી વ્હોરી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks