મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે શાળાના બાળકો સામે આપ્યું વ્યાખ્યાન, કહ્યું, “બાળકોને ઘરમાં I LOVE U સાંભળવા નથી મળતું એટલે બહાર….”

ગુજરાતના ખ્યાતનામ મોટિવેશનલ સ્પીકર તરીકે ઓળખાતા સંજય રાવલ હંમેશા લોકો સામે પ્રેરણા દાયક સંદેશ આપતા હોય છે. ઘણીવાર તે ઘણી જગ્યાએ વાખ્યાનો કરી અને શાળાના બાળકો સાથે સામાન્ય લોકોને પણ પ્રભાવિત કરતા હોય છે.  હાલમાં જ સુરતમાં બનેલી ઘટનાને લઈને પણ સંજય રાવલે શાળાના બાળકો સામે વાત કરી હતી.

ત્યારે ગત રોજ મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતેની નવદુર્ગા હાઈસ્કૂલમાં “પરીક્ષા એક કાલ્પનિક ભય” વિષય ઉપર વ્યાખ્યાન આપવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમને પરીક્ષાની અંદર વિધાર્થીઓને સતાવતા ભય વિશે વાત કરી હતી, આ ઉપરાંત વિધાર્થીને પણ તેમની વાતો દ્વારા પ્રેરણા પુરી પાડી હતી.

આ પરિસંવાદન અંદર સંજય રાવલે વિધાર્થીઓને ધાર્મિક અને આધ્યાતિમ વિચારો જોડીને ખુબ જ સરળ ભાષામાં માહિતી આપી હતી. નવદુર્ગા હાઈસ્કૂલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપરાંત વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની અંદર સંજય રાવલે સુરતમાં થયેલ માસુમ દીકરી ગ્રીષ્માની હત્યા વિશે પણ વાત કરી હતી.

સંજય રાવલે જણાવ્યું હતું કે આ ઘટના માટે માત્ર એક વ્યક્તિ દોષિત નથી પરંતુઈ સમગ્ર સમાજનો દોહસ છે. તમારા બાળકોને ઘરમાં આઈ લવ યુ સાંભળવા નથી મળતું જેના કારણે તેને પ્રેમ માટે બહાર ફાંફા મારવા પડે છે અને તેના જ પરિણામે સુરત જેવી ઘટના જોવા મળે છે. માટે ઘરમાં જ માતા-પિતાએ પોતાના સંતાનોને પ્રેમ આપવો જોઈએ. એવી વાત સંજય રાવલે પોતાની સ્પીચમાં જણાવી હતી.

આ ઉપરાંત તેમને આજની શિક્ષણ પોલિસી વિષે પણ વાત કરી હતી, તેમને જણાવ્યું હતું કે આજની એજ્યુકેશન પોલિસીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો વાલીઓ બધા જ પ્રેશરમાં છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે કમ્યુનિકેશન ઓછુ થઈ રહ્યુ છે. જો આ યોગ્ય થાય તો અનેક પ્રશ્નોનું સમાધાન થઈ શકે છે. સંજય રાવલની વાત વિધાર્થીઓ તથા વાલીઓને પણ પસંદ આવી હતી અને એટલે જ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યા હતા.

Niraj Patel