ફિલ્મોના આપણે સૌ દીવાના છીએ અને તેમાં પણ જો કોમેડી ફિલ્મ મળી જાય તો પૂછવું જ શું? પરંતુ શું તમે જાણો છે કે ફિલ્મ લાઈન સાથે જોડાયેલા ઘણા કલાકારોનું જીવન પડદા પર આવતા પહેલા ખુબ જ સંઘર્ષમય રહ્યું હોય છે, કેટલાક કલાકારોને કામ ના મળવાના કારણે પણ ફીલ ઇન્ડસ્ટ્રીઝ છોડીને બીજા કામો કરવા પડતા હોય છે.

આજે અમે તમને એવા જ એક બોલીવુડના સ્ટાર સંજય મિશ્રાની વાત કરવા જઈ રહ્યા છીએ. સંજય મિશ્રાને આપણે ઘણી ફિલ્મોમાં જોયા છે. તેમને ધમાલ અને ગોલમાલની સિરીઝ ઉપરાંત પ્રેમ રતન ધન પાયો, ફાંસ ગયે રે ઓબામા જેવી ઘણી ફિલ્મમોમાં કામ કર્યું છે, તેઓ પોતાના બોલવાના અલગ અંદાઝથી ફિલ્મોમાં પોતાનું અલગ નામ કરી શક્યા છે. તેમની કોમેડી બીજા કોમેડિયન કરતાં જરા હટકે હોય છે અને તેના જ કારણે આજે બોલીવુડમાં સંજય મિશ્રાનું આગવું નામ છે.

પરંતુ એક સમય એવો આવ્યો જયારે સંજય મિશ્રા ફિલ્મોની દુનિયા છોડી અને ઋષિકેશ ચાલ્યા ગયા, ત્યાં તેમને એક ઢાબામાં કામ પણ શરૂ કર્યું હતું. આની પાછળનું કારણ તેમના પિતાનું મૃત્યુ હતું. તેમના પિતાના મૃત્યુ બાદ તેઓ સાવ એકલા પડી ગયા, તેમને મુંબઈ પાછા જવાની ઈચ્છા ના થઇ અને તેમને ઋષિકેશ જવાનું નક્કી કર્યું. થોડો સમય તેઓ ત્યાં એકલા પણ રહ્યાં અને પછી એક ઢાબામાં કામ શરૂ કર્યું હતું.

તમને જાણીને નવાઈ લાગશે કે ઢાબામાં કામ કરતા પહેલા સંજય મિશ્રાએ એક ડઝનથી પણ વધારે ફિલ્મોમાં કામ કરી લીધું હતું છતાં પણ તેઓ ઢાબામાં કામ કરવા માટે ગયા અને આશ્ચર્યની વાત તો એ છે કે આટલી ફિલ્મોમાં કામ કર્યું હોવા છતાં એ ઢાબામાં કોઈ તેમને ઓળખી શક્યું નહીં.

ફિલ્મોમાં સંજયને રોહિત શેટ્ટી પાછા લઇ આવ્યા. રોહિત શેટ્ટી અને સંજય મિશ્રાએ ફિલ્મ ગોલમાલમાં સાથે કામ કર્યું હતું અને ત્યાર બાદ રોહિત શેટ્ટી નવી ફિલ્મ “ઓલ ધ બેસ્ટ” બનાવવા જઈ રહ્યા હતા, ત્યારે તેમને સંજય મિશ્રાની યાદ આવી અને તેમની શોધખોળ કરતાં તેઓ ઋષિકેશમાં જે ઢાબામાં સંજય મિશ્રા કામ કરતા હતા ત્યાં પહોંચી ગયા અને સંજયને ફિલ્મોની દુનિયામાં પાછા લઈ આવ્યા. ત્યાર પછી સંજયનું બૉલીવુડમાં પાછી એન્ટ્રી થઇ ગઈ. આજે ઘણા ડાયરેક્ટર સંજય મિશ્રા સાથે કામ કરવા ઈચ્છે છે.

આજે સંજય મિશ્રા પાસે કરોડોની સંપત્તિ છે, પોતે અત્યારે એક લક્ઝુરિયસ જીવન જીવી રહ્યા છે. તેમની પાસે ફોર્ચ્યુનર, બીએમડબ્લ્યુ જેવી મોંઘી ગાડીઓ ઉપરાંત પટના એની મુંબઈમાં આલીશાન ઘર પણ છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.