ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા મામલે બાંદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા સંજય લીલા ભણસાલી

એક્ટર સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસ મામલે ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી તેનું નિવેદન આપવા બાંદ્રા સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશન જતા સમયની તસ્વીર સામે આવી છે જેમાં તે માસ્ક પહેરતા નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Originals (@bollywoodoriginals) on

એક મીડિયા રિપોર્ટ અનુસાર, સંજય લીલા ભણસાલી સવારે 11 વાગ્યે તેના ઘરેથી જુહૂ સ્થિત પોતાની ઓફિસ ગયા હતાં. ઓફિસ ગયા બાદ અહીંયા લીગલ ટીમની સાથે બાંદ્રા પોલીસ સ્ટેશન 12.45 વાગે આવ્યા હતાં.

 

View this post on Instagram

 

A post shared by Bollywoodflash (@bollywoodflash01) on

મુંબઈ પોલીસે ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીને બે દિવસ પહેલા પૂછપરછ માટે બોલાવ્યા હતા. ભણસાલીને બે દિવસમાં પોલીસ સમક્ષ હાજર થવા સમન પાઠવવામાં આવ્યું હતું. હવે ભણસાલી પોતાનું નિવેદન નોંધવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, સંજય લીલા ભણસાલીએ સુશાંતને ‘રામ-લીલા’ તથા ‘બાજીરાવ મસ્તાની’ફિલ્મ ઓફર કરવામાં આવી હતી. સુશાંતને જયારે ‘રામ-લીલા’ઓફર થઇ તે સમયે યશરાજ બેનર સાથે જોડાયેલો હતો ‘બાજીરાવ મસ્તાની’ સમયે સુશાંત યશરાજ બેનરની ફિલ્મ ‘પાની’માં વ્યસ્ત હતો. તેથી તે બંને ફિલ્મો સ્વીકારી ના હતી.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

વકીલ સુધીર કુમાર ઓઝાએ સંજય લીલા ભણસાલી ઉપરાંત કરન જોહર, આદિત્ય ચોપરા, સાજિદ નડિયાદવાલા, સલમાન ખાન, ભૂષણ કુમાર, એકતા કપૂર તથઆ દિનેશ વિજન વિરુદ્ધ મુઝફ્ફરપુરમાં કેસ દાખલ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by NM WOW (@nmwow1) on

સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ તથા વિસેરા રિપોર્ટમાં આત્મહત્યા કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, પોલીસ તપાસ હજી ચાલુ છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે સુશાંતે આત્મહત્યા કેમ કરી.

 

View this post on Instagram

 

A post shared by Jagran English (@jagranenglishnews) on

સુશાંતના મોત બાદ અત્યાર સુધી આ કેસમાં 30થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. જેમાં હાઉસસ્ટાફ, મેનેજર, PR ટીમ, એક્સ મેનેજર, મિત્ર, ગર્લફ્રેન્ડ, કો-સ્ટાર તથા પરિવારના સભ્યો સામેલ છે. કંગના રનૌતને પણ પોલીસ બોલાવી શકે છે. કંગનાએ કહ્યું હતું કે બોલિવૂડના નેપોટિઝ્મને કારણે સુશાંતે આત્મહત્યા કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by India 24×7 Live TV (@india247livetv) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.