મનોરંજન

બે અભિનેત્રીઓ સાથેના અફેર બાદ આ યુવતી ઉપર દિલ હારી બેઠો હતો અનિલ કપૂરનો ભાઈ, આ બિઝનેસમાં કરોડો કમાય છે પત્ની

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા કલાકારો એકબીજાના સાગા ભાઈ પણ છે એવા જ એક બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરનો ભાઈ સંજય કપૂર પણ ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે. 17 ઓક્ટોમ્બર, 1965ના રોજ મુંબઈમાં જન્મેલો સંજય એક મોડેલ પણ રહી ચુક્યો છે તેને મહીપ સંધુ સાથે લગ્ન કર્યા છે.

Image Source

પંજાબી મૂળની મહીપ NRI છે અને લાંબા સમય સુધી ઓસ્ટ્રેલિયામાં રહી છે. મહીપે 1994માં આવેલા ઈલા અરુણના મ્યુઝિક આલ્બમ “નિગોડી કૈસી જવાની હે”માં કામ કર્યું હતું. જો કે તે છતાં પણ તેને કોઈ ખાસ સફળતા નહોતી મળી.

Image Source

મહીપ હાલમાં જવેલરી ડિઝાઇનના વ્યવસાયમાં કરોડો રૂપિયાની કમાણી કરે છે. તો સંજય કપૂર થોડા વર્ષો પહેલા ટીવી શો “દિલ સંભલ જા જરા”માં નજર આવ્યો હતો.  જો કે ફેબ્રુઆરી 2018માં તેનો આ શો બંધ થઇ ગયો હતો.

Image Source

મહીપ સાથે લગ્ન કર્યા પહેલા સંજય કપૂરનું અભિનેત્રી તબ્બુ અને સુસ્મિતા સેન સાથે અફૅર રહી ચૂક્યું છે. 1995માં અવાયેલી ફિલ્મ “પ્રેમ”માં તબ્બુ, સંજયની અભિનેત્રી હતી. ફિલ્મ તો ફ્લોપ રહી, પરંતુ તે બંને એકબીજાની નજીક આવી ગયા. સંજયે થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં પોતે કબુલ્યું હતું કે તબ્બુ પર તેને ક્રશ હતો.

Image Source

એવું કહેવામાં આવે છે કે સંજયને લાંબી મહિલાઓ પસંદ છે. તબ્બુ બાદ તેનું નામ સુસ્મિતા સેન સાથે પણ જોડાયું. ફિલ્મ “સિર્ફ તુમ”ના શૂટિંગ દરમિયાન સંજયને સુસ્મિતા સાથે પ્રેમ થઇ ગયો. જો કે થોડા સમય સુધી એક-બીજા સાથે ડેટ કર્યા બાદ બંને અલગ થઇ ગયા હતા.

Image Source

સુસ્મિતાથી અલગ થયા બાદ સંજયની મુલાકાત મહીપ સાથે થઇ. જે હવે તેની પત્ની છે. એક ઇન્ટરવ્યૂમાં સંજય કપૂરે જણાવ્યું હતું કે મહીપ સાથે તેની પહેલી મુલાકાત દિલ્હીમાં થઇ હતી. તેને જેવી જ મહીપને જોઈ તે તેની સુંદરતા અને આત્મવિશ્વાસ ઉપર ફિદા થઇ ગયો હતો. ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો.

Image Source

સંજયના બે બાળકો છે. શનાયા (20) અને જહાન (17). શનાયા ફિલ્મોમાં આવવાની તૈયારી કરી રહી છે તો જહાન હજુ અભ્યાસ કરી રહ્યો છે.

Image Source

મહિપે ઓસ્ટ્રેલિયાથી ફેશન ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ તેને થોડા વર્ષો મુંબઈની ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં ફોર્મલ ટ્રેનિંગ પણ લીધી છે. ત્યાં તેને જવેલરી સ્કેચિંગ, ડિઝાઇનિંગ ઉપરાંત મોંઘા સ્ટોન અને જેમ્સનું પણ કામ શીખ્યું છે.

Image Source

આજના સમયમાં શાહરુખની પત્ની ગૌરી ખાન, કોરિયોગ્રાફર ફરાહ ખાન, ચંકી પાંડેની પત્ની ભાવના પાંડે, કૈટરીના કેફ, મલાઈકા અરોરા, દિયા મિર્ઝા, માન્યતા દત્ત, કૃતિ સેનનમ ઉર્મિલા જેવી પ્રોમીનેન્ટ પર્સનાલિટી સંજયની પત્ની મહીપની ક્લાઈન્ટ છે.

Image Source

મહિપે ઘણા બૉલીવુડ પ્રોજેક્ટ માટે જવેલરી ડિઝાઇન કરી છે. જેમાં ફિલ્મ “ઓમ શાંતિ ઓમ”માં દીપિકા પાદુકોણ, “કભી અલવિદા ના કહેના” માટે રાની મુખર્જી અને “ઉમરાવ જાન” માટે ઐશ્વર્યા રાયની ડિઝાઈનર જવેલરી સામેલ છે.

Image Source

મહીપ કપૂરે સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના લગ્નની જવેલરી પણ ડિઝાઇન કરી છે. આ ઉપરાંત અર્પિતાના લગ્નમાં ખાન પરિવારની બધી જ મહિલાઓની જવેલરી ડિઝાઇન કરી છે. અર્પિતાએ 2014માં આયુષ શર્મા સાથે હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા.