અત્યારે આવી દેખાય છે સંજય દત્તની બીજી પત્ની, ઓળખવી મુશ્કેલ થઇ રહી છે- જુઓ PHOTOS

બોલિવુડના સંજુ બાબા એટલે કે સંજય દત્તની પત્નિ માન્યતા વિશે તો બધા જાણતા જ હશો પરંતુ તેની બીજી પૂર્વ પત્નિ રિયા પિલ્લઇ વિશે ભાગ્યે જ કોઇ જાણતુ હશે.

સંજય દત્તે તેમના જીવનમાં ત્રણ લગ્ન કર્યા છે. તેમની પહેલી પત્નિ રિચા શર્મા અને ત્રીજી પત્નિ માન્યતા વિશે લોકોને ઘણુ બધુ ખબર છે પરંતુ તેમની બીજી પૂર્વ પત્નિ રિયા પિલ્લઇ વિશે કોઇકને ભાગ્યે જ જાણ હશે.

Image Source

રિયા થોડા દિવસો પહેલા જ એક ઇવેન્ટમાં જોવા મળી હતી. જેમાં તેમનો લુક એકદમ અલગ જોવા મળ્યો હતો. તે આ દિવસોમાં યોગ અને મેડિટેશનમાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

રિયા એક ઇવેન્ટમાં અજય દેવગનની અભિનેત્રી મધુ શાહ સાથે નજરે પડી હતી. આ દરમિયાન તેમને ઓળખવા પણ મુશ્કિલ હતા. તમને જણાવી દઇએ કે, રિયાએ સંજય દત્ત પહેલા એક વિદેશીથી લગ્ન કર્યા હતા. જો કે, તેમના લગ્ન 10 વર્ષ બાદ 1994માં તૂટી ગયા હતા.

1987માં સંજય દત્તે તેમના પહેલા લગ્ન અભિનેત્રી રિચા શર્મા સાથે કર્યા હતા. લગ્ન બાદ રિચાએ બોલિવુડ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી. બંનેને એક દીકરી ત્રિશાલા હતી જે અમેરિકામાં રહે છે. 1996માં કેન્સરને કારણે રિચાનું મત્યુ થયુ હતુ. તે બાદ સંજય દત્તના જીવનમાં રિયા પિલ્લઇની એન્ટ્રી થઇ.

Image Source

રિયાના પિતા રેમંડ પિલ્લઇ અને માતા દુર-એ-શાહવર ધનરાજગીર છે. રિયાની માતા હૈદરાબાદના મહારાજા નરસિંહગિર ધનરાજગિર જ્ઞાનની દીકરી છે. સંજય દત્ત જયારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે રિયાને પ્રપોઝ કર્યુ અને તે બંનેએ લગ્ન કરી લીધા. લગ્ન બાદ સંજય દત્તે સાત ફિલ્મો સાઇન કરી અને તે વ્યસ્ત થઇ ગયા. પરંતુ તેમના જીવનમાં આની અસર થઇ.

Image Source

સંજય દત્ત આ સમયે માન્યતાની નજીક આવી ગયા અને રિયા ટેનિસ પ્લેયર લિએંડર પેસ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગી. વર્ષ 2008માં તેમના લગ્નનો અંત આવ્યો ત્યારે 2005થી લિવ ઇનમાં રહેતી રિયાને એક દીકરી આયના થઇ. થોડા સમય બાદ રિયાએ લિએંડર પર મારપીટનો કેસ કર્યો અને આયનાનો મેન્ટેનન્સનો કેસ કર્યો હતો ત્યારે લિએંડરે કોર્ટમાં કહ્યુ, તેમના અને રિયાના લગ્ન થયા નથી અને તે બંને લિવ ઇનમાં રહે છે.

Shah Jina