મનોરંજન

કેન્સરે કરી દીધી છે 61 વર્ષના સંજય દત્તની આવી હાલત, છતાં પણ નથી માની રહ્યો હાર, દિવાળી પછી…

બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓમાં લેવાતું નામ સંજય દત્ત હાલમાં ફેફસાના કેન્સરથી પીડાઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા જ તેની બીમારી વિશે જાણ થઇ. તેની સારવાર પણ ચાલી રહી છે અને હાલમાં જ તેને કીમોથેરેપી પણ કરાવી છે. હાલમાં તે પત્ની માન્યતા દત્ત સાથે દુબઇ ગયો છે.

Image Source

કેન્સરની બીમારીથી ઝઝૂમવા છતાં પણ સંજય પોતાના કામ અને કેરિયરને લઈને ખુબ જ ગંભીર છે. બીમારીના કારણે કમજોર અને ઘટી રહેલા સ્વાસ્થ્ય હોવા છતાં પણ તે સમય ઉપર પોતાની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવા માંગે છે. હાલ એવા સમાચાર પણ આવી રહ્યા છે કે તે દિવાળી પછી અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજનું શૂટિંગ શરૂ કરી દેશે.

Image Source

એક ન્યુઝ પોર્ટલ દ્વારા મળેલી સૂચના પ્રમાણે સંજય પોતાની બધી જ ફિલ્મોનું શૂટિંગ જલ્દી જ પૂર્ણ કરશે. આ સમયે તેની સૌથી મોટી ફિલ્મ પૃથ્વીરાજ જ છે. જેને લઈને ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Image Source

એવામાં દિવાળી પછી તરત જ તે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા ઉપર વિચાર કરી રહ્યો છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે. ખબરો પ્રમાણે ફક્ત 5-6 દિવસનું શૂટિંગ બાકી રહ્યું છે. એવામાં સંજય સારવાર માટે જતા પહેલા આ શૂટિંગ પૂર્ણ કરવા માંગે છે.

Image Source

સંજય દત્તને પોતાના બાળકોને મળવાનું ખુબ જ મન થઇ રહ્યું હતું. તેના બાળકો હાલમાં દુબઈમાં છે અને પોતાના કલાસ ભરી રહ્યા છે.

Image Source

માન્યતાએ દુબઇ પહોંચતા જ એક ફોટો શેર કર્યો હતો. જેમાં સંજયના ગાલ દબાયેલા અને ચહેરાની રોનક પણ ચાલી ગયેલી જોવા મળી હતી. તે બીમારીના કારણે ખુબ જ કમજોર થઇ ગયો છે. જો કે તસ્વીરની અંદર તે પોતાનું દુઃખ છુપાવી અને હસવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

Image Source

માન્યતાએ ફોટો શેર કરતા કેપશનમાં લખ્યું હતું: “આજે હું ભગવાનનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. જેને મને આટલો સારો પરિવાર આપ્યો છે. મને કોઈ ફરિયાદ નથી, કોઈ અરજી નથી, બસ બધા જ સાથે રહે, હમેશા માટે.. આમીન!”

Image Source

તમને જણાવી દઈએ કે પહેલા ચરણની ટ્રીટમેન્ટ પુરી થયા બાદ બીજા ચરણની ટ્રીટમેન્ટ શરૂ થવાની છે . તે દુબઈથી લગભગ 10 દિવસમાં પાછો આવશે. ત્યારબાદ તેની બીજી કીમોથેરેપી શરૂ થશે.

Image Source

સારવાર દરમિયાન લીલાવતી હોસ્પિટલના ડોક્ટર્સે તેના ફેફસામાંથી લગભગ 1.5 લીટર ફ્લુઇડ કાઢ્યું હતું. ખબરોનું માનીએ તો તેમના ફેફસામાં ફ્લુઇડ જમા થઇ રહ્યું છે.

Image Source

સંજયના આ મુશ્કેલ સમયમાં પત્ની માન્યતા દત્ત મજબૂતી સાથે તેની સાથે ઉભી છે. માન્યતાએ હંમેશા તેની હિંમત વધારી છે. અને સોશિયલ મીડિયા દ્વારા પોતાના પતિની હેલ્થ અપડેટ આપતી રહે છે.

Image Source

સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ પડવાના કારણે લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રિપોર્ટ દ્વારા માલુમ પડ્યું કે તેને ફેફસાનું કેન્સર છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.