સુપરસ્ટાર સંજય દત્ત હાલમાં પોતાની કેટલીક ફિલ્મના કામમાં વ્યસ્ત છે. તેમની ફિલ્મ થોડા સમયમાં જ રિલીઝ થવા માટે તૈયાર છે. સંજય દત્તે હાલમાં જ શમશેરનું શૂટિંગ ખતમ કર્યું છે અને હવે જલ્દીથી તેમની આગામી ફિલ્મ “સડક ૨” ની શૂટિંગની શરુઆત કરશે. તેઓ હમણાં કામ-કાજની મજા લઇ રહ્યા છે.

કામમાં વ્યસ્ત હોવા છતાં સંજય દત્તે પોતાની પત્ની અને બે છોકરાઓ સાથે રહેવાનો સમય નીકળી લીધો. ઉનાળાની રજા હોવાથી સંજય દત્તની પત્ની માન્યતા દત્તે પોતાના જુડવા છોકરાઓ શાહરાન અને ઈકરાની સાથે થોડો કિંમતી સમય પસાર કરવાનું આયોજન બનાવ્યું છે.

સંજય દત્તના નજીકના સ્ત્રોત મુજબ, ” એક સાથે સમય પસાર કરવા માટે દત્ત પરિવારે યુરોપ જવાનું નક્કી કર્યું છે. પોતાના વ્યસ્ત કામની વચ્ચે સંજય દત્તે પોતાના પત્ની અને છોકરાઓ સાથે સમય પસાર કરવા મારે એક અઠવાડિયાનો પ્રોગ્રામ બનાવ્યો છે. જાણવા જેવી વાત એ છે કે આ પુરા કાર્યક્રમની યોજના માન્યતા દત્તે જતા તૈયાર કરી છે. આવું ઘણા સમય પછી જોવા મળશે કે પૂરો દત્ત પરિવાર એક સાથે રજાનો આનંદ માણતા જોવા મળશે.”

જણાવીએ કે સંજય દત્ત કરન જોહરની છેલ્લી ફિલ્મ કલંકમાં જોવા મળ્યા હતા. આ મલ્ટીસ્ટાર ફિલ્મ બોક્સ ઓફિસમાં કંઈ વધારે ના ચાલી. આના પછી સંજય દત્ત રણબીર કપૂરની સાથે શમશેરમાં જોવા મળશે. આ ફિલ્મની શૂટિંગ પુરી થઇ ગઈ છે. આશુતોષની આવનારી ફિલ્મ પાનીપતની શૂટિંગ હજી ચાલુ નથી થઇ.
હાલમાં સંજય દત્ત સૌથી વધુ વ્યસ્ત અભિનેતા માંથી એક છે. સંજય દત્ત શમશેર, કલંક, પાનીપત, ભુજ: ધ પ્રાઇડ ઓફ ઈંડિયા, પ્રસ્થના, સડક ૨ જેવી ફિલ્મોમાં જોવા મળશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks