મનોરંજન

આખરે 61 વર્ષના સંજય દત્તે કેન્સર સામે જીતી લીધી જંગ, 2 મહિના પહેલા ખબર પડી હતી ઘાતક બીમારી વિષે

લાગે છે 2020નું વર્ષ બહુ જ ખરાબ રીતે પસાર થઇ રહ્યું છે. આ વચ્ચે બોલીવુડના સંજુ બાબાને પણ ઘાતક બીમારી લાગુ પડી ગઈ હતી. ખબર આવી હતી કે સંજુ બાબા કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. હાલમાં જ ખબર આવી છે કે, સંજય દત્તએ કેન્સર જેવી બીમારીને મ્હાત આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata) on

સંજય દત્તના નજીકના મિત્ર અને ટ્રેડ એનાલિસીટ રાજ બંસલે આ અંગેની જાણકારી આપી હતી. તો દૈનિક ભાસ્કરે કોકિલાબેન હોસ્પિટલના સૂત્રો પાસેથી માહિતી મેળવી હતી. પરંતુ હજુ સુધી માન્યતા તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata) on

સોમવારે સંજુની પોજીટ્રોન એમિશન ટોમોગ્રાફી રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં તે કેન્સર ફ્રીનો રિપોર્ટ આવ્યો હતો, પીઈટી સ્કેન કેન્સરની સૌથી સચોટ તપાસ માનવામાં આવે છે જેનાથી ખબર પડે છે કે કેન્સરની શું સ્થિતિ છે.

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata) on

જણાવી દઈએ કે, થોડા સમય પહેલા સંજય દત્ત બાંદ્રાના એક સલૂનની બહાર જોવા મળ્યો હતો. જેમાં તે નવા લુકમાં જોવા મળ્યો હતો. હોસ્પિટલનાં સૂત્રો કહે છે કે કેન્સરના કોષોમાં અન્ય કોષો કરતા મેટાબોલિક રેટ વધારે છે. કેમિકલ એકટીવીટી આ ઉચ્ચ સ્તરને કારણે કેન્સરના કોષો પીઈટી સ્કેન પર ફોલ્લીઓ તરીકે દેખાય છે. આ કારણે, પીઈટી સ્કેન કેન્સરને શોધવા માટે ઉપયોગી છે.

 

View this post on Instagram

 

A post shared by Sanjay Dutt (@duttsanjay) on

જણાવી દઈએ કે, સંજય દત્તે 11 ઓગસ્ટ આ વાતની જાણકારી આપી હતી કે, તે હેલ્થ ઇશ્યુના કારણે થોડા સમય સુધી કામથી બ્રેક લે છે. 18 ઓગસ્ટ સંજય દત્તે લોકોને તેના માટે દુઆ કરવાનું કીધું હતું. રિપોર્ટ અનુસાર સંજય દત્તને ચોથા સ્ટેજનું કેન્સર હતું અને તેનો ઈલાજ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં થયો હતો. પરિવારએ આ વાતની પૃષ્ટિ કરી ના હતી.

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો સંજય દત્ત શમશેરા. કેજીએફ ચેપ્ટર 2, પૃથ્વીરાજ, ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા અને તોરબાજ ફિલ્મમાં જોવા મળશે. આ પૈકી ઘણી ફિલ્મો પુરી થઇ ચુકી છે. તો થોડી ફિલ્મમાં થોડું કામ બાકી છે.