ખબર ફિલ્મી દુનિયા

બ્રેકીંગ ન્યુઝ: બોલીવુડને હજુ એક ફટકો..સંજય દત્ત લીલાવતી હોસ્પિટલમાં દાખલ, જાણો સમગ્ર વિગત

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર કહેવાતા સંજય દત્તને અચાનક શ્વાસ લેવામાં તકલીફ જણાતા મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો છે. તમને જણાવી દઈએ કે અભિષેક અને અમિતાભ બચ્ચનને થોડા સમય પહેલા એડમિટ કરાયા હતા. સંજય દત્તનો કોવીડ રિપોર્ટ નેગેટિવ છે.

અત્યારે હોસ્પિટલમાં તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામા આવ્યો છે. ડોક્ટર્સએ આપેલી માહિતી અનુસાર જો સ્વાસ્થ્યમાં સુધારો રહેશે તો રવિવારે ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે.

તમને જણાવી દઈએ કે એક્ટર સંજય દત્ત આ સમયે પરિવારથી દૂર રહે છે. લોકડાઉન દરમિયાન માન્યતા બંને બાળકો સાથે દુબઇમાં છે અને અભિનેતા થોડાક સમયથી તેના પરિવારને મિસ કરી રહ્યો હતો. તેઓએ ઇન્ટરનેટ પર પરિવાર સાથે ફોટા મૂકીને પણ તેમની લાગણી વ્યક્ત કરી છે. થોડા દિવસો પહેલા તેણે પત્ની માન્યતાને જન્મદિવસની શુભકામના પણ પાઠવી હતી. અત્યારે ચાહકોને ટેંશન લેવાની બહુ જરૂર નથી કારણ કે અભિનેતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેને જલ્દીથી હોસ્પિટલમાંથી રાહત મળી શકે છે.

કેરિયરની વાત કરીએ તો આ અભિનેતાની અગાઉની અર્જુન કપૂર સાથે ફિલ્મ પાણીપત હતી. હાલમાં તેની ઘણી ફિલ્મો બાકી છે, જેમાં સડક 2, શમશેરા, ભુજ, કેજીએફ, તોરબાઝ અને પૃથ્વીરાજ જેવી ફિલ્મ્સનો સમાવેશ છે. હાલ કોવિડ વાયરસના ડરને કારણે કોઈ પણ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું નથી.