મનોરંજન

પ્રાઇવેટ જેટમાં સંજય દત્તે પત્ની માન્યતા દત્ત સાથે વિદેશ જવા ભરી ઉડાન, જુઓ

પોતાની છેલ્લી ફિલ્મ ‘સડક-2’ના ઓટિટિ રિલીઝ પહેલા ખુદને બીમાર બતાવનારા સંજય દત્ત મંગળવારે સાંજે મુંબઈ એરપોર્ટ પર નજરે આવ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, સંજય દત્ત તેની પત્ની સાથે પ્રાઇવેટ જેટમાં દુબઇ જઈ રહ્યા હતા. દુબઈમાં 10 દિવસ વિતાવશે.

 

View this post on Instagram

 

A post shared by Sanjay Dutt (@duttsanjay) on

સંજય દત્તની છેલ્લી ફિલ્મ ‘સડક-2’ને ઓટિટિ પર કેટલા લોકોએ જોઈ આ બાબતે રીલીઝ કરનારી કંપની ડિઝની પલ્સ હોટસ્ટારએ કોઈ આંકડા જાહેર નથી કર્યા. તો આ કંપની દ્વારા આ વર્ષ સીધી ઓટિટિ પર રિલીઝ થનારી ફિલ્મ ‘દિલ બેચારા’ ને  લઈને ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપ્યું.

 

View this post on Instagram

 

A post shared by Sanjay Dutt (@duttsanjay) on

સંજય દત્ત આ હલચલ વચ્ચે તેની ફિલ્મ ‘શમશેરા’ ના શુટીંગ માટે પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા. 11 ઓગસ્ટે સંજય દત્તે બધા કામમાંથી રજા લેવાની વાત કહી હતી. હવે મુંબઈની બધી હલચલ છોડીને દુબઇ ચાલ્યા ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s) on

સંજય દત્ત તેની પત્ની માન્યતા સાથે મંગળવારે મોડી સાંજે મુંબઇ એરપોર્ટ પર નજરે આવ્યા હતા. લોકડાઉનનો સમય માન્યતા તેના બાળકો શાહરન અને ઇકરા સાથે દુબઇમાં વિતાવ્યો હતો. પતિની તબિયત ખરાબ હોવાનું સાંભળીને માન્યતા બાળકોને દુબઈ મૂકી મુંબઇ આવી ગઈ હતી. સંજય દત્તની કિમોથેરાપી પરિણામો સકારાત્મક હોવાનું કહેવામાં આવ્યું છે. આ બાદ તે દુબઇમાં વેકેશનનો આનંદ માણવા પહોંચ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.