ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા સંજય દત્તે હમણાં જ એક નિવેદન આપ્યું અને કહ્યું કે, હાલમાં તબિયત અને મેડિકલ ટ્રીટમેન્ટના કારણે તે કામમાંથી બ્રેક લઇ રહ્યા છે. જોકે સ્ટ્રેસ લેવાની જરૂર નથી. ફેમિલી, મિત્રો અને ફેન્સનો પ્રેમ સાથે છે.
ખોટી અફવાઓ વિશ્વાસ ન કરવી. હું ટૂંક સમયમાં પાછો આવીશ. નોંધનીય છે કે સંજયને શ્વાસ લેવામાં તકલીફના કારણે હાલમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં જ તબીબો એ તેમને આરામ કરવાની સલાહ આપી છે.
અભિનેતાની તબિયત ઠીક ન હોવાને લીધે પીરીયડ ડ્રામા ફિલ્મ શમશેરાની શૂટિંગમાં અડચણ પેદા થઇ ગઈ છે. આ મુવી યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે. અહેવાલ પ્રાપ્ત થયા છે કે શૂટિંગને ટાળી દેવામાં આવી છે. રિપોર્ટ મુજબ મુવીમાં અમુક દિવસની શૂટિંગ બાકી છે જેમાં સંજય દત્તે ત્રણ દિવસનું કામ કરવાનું બાકી છે.
61 વર્ષીયના બોલીવુડના ટોપ એક્ટર કહેવાતા સંજય દત્તને લંગ કેન્સર છે અને એ પણ ત્રીજા સ્ટેજનું. આ સ્ટેજ જીવ લઇ શકે છે. જોકે, દત્ત પરિવાર માટે કેન્સર નવી બાબત નથી. 39 વર્ષ પહેલાં સંજય દત્તની મમ્મી નરગિસનું પણ કેન્સરને કારણે જ મોત થયું હતું. 1981માં નરગિસનું મોત પૅન્ક્રિઍટિક કેન્સરને કારણે થયું હતું. તે સમયે સંજય દત્તની ઉંમર માત્ર 22 વર્ષની હતી.
View this post on Instagram