ખબર મનોરંજન

સંજય દત્તે કેન્સરને હરાવ્યો, પ્રેમ અને આશીર્વાદ માટે ફેન્સનો આભાર માન્યો

એક સમયે બોલીવુડનો ડ્ર્ગ્સનો બંધાણી સંજુએ કેન્સરને હરાવ્યો, ચાહકોમાં ખુશીની લહેર

બોલીવુડના દિગ્ગ્જ એક્ટર સંજય દત્તે કેન્સર સામેની લડાઈ જીતી લીધી છે. દિવાળી પહેલા સંજય દત્તની ઠીક થવાની ખબર સાંભળીને ફેન્સમાં પણ ખુશીની લાગણી છવાઈ ગઈ છે. સંજય દત્તે ખુદે ટ્વીટ કરીને આ જાણકારી ફેન્સ સાથે શેર કરી છે. સંજય દત્તે આ ટ્વીટમાં પરિવાર,મિત્રો અને ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sanjay Dutt (@duttsanjay) on

સંજય દત્તે લખ્યું હતું કે, છેલ્લાં કેટલાંક અઠવાડિયા મારા તથા મારા પરિવાર માટે બહુ જ મુશ્કેલભર્યા રહ્યા હતા. પરંતુ કહેવામાં આવે છે કે, ભગવાન સૌથી  મુશ્કેલ લડાઈ સૌથી મજબૂત યોદ્ધાને જ આપે છે. આજે મારા સંતાનોના જન્મદિવસ પર હું ખુશ છું. હું આ લડાઈમાં જીતી ગયો હોવાની અને સૌથી સારી ગિફ્ટ આપવા માટે. જે છે મારા પરિવારનું સ્વાસ્થ્ય અને તેની સમૃદ્ધિ.

આગળ લખ્યું હતું કે, આ બધું તમારા સપોર્ટ તથા વિશ્વાસ વગર શક્ય ના હતું. હું મારા પરિવાર, મિત્રો તથા આ મુશ્કેલ સમયમાં મારી સાથે ઊભા રહેનાર ફેન્સનો દિલથી આભાર માનું છું. જે મારી સાથે મારી તાકાત બનીને ઉભા રહ્યા હતા. તમારા પ્રેમ, દયા તથા આશીર્વાદ માટે હું તમારો આભારી છું.

 

View this post on Instagram

 

A post shared by Sanjay Dutt (@duttsanjay) on

હું ખાસ કરીને ડૉ. સેવંતી તથા તેમની ટીમ, ડૉક્ટર્સ, નર્સ તથા મેડિકલ સ્ટાફનો ખાસ આભાર માનું છું. કોકિલા બેન હોસ્પિટલમાં છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી તેમણે મારી ઘણી જ સારી રીતે દેખરેખ રાખી હતી.’

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata) on

સંજય દત્તને ફેફસાંનું કેન્સર હતું, જોકે હવે તે કેન્સર ફ્રી થઈ ગયો છે. સંજય દત્તના નજીકના મિત્ર અને ટ્રેડ એનાલિસીટ રાજ બંસલે આ અંગેની જાણકારી આપી હતી. સોમવારે સંજુની પોજીટ્રોન એમિશન ટોમોગ્રાફી રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં તે કેન્સર ફ્રીનો રિપોર્ટ આવ્યો હતો, પીઈટી સ્કેન કેન્સરની સૌથી સચોટ તપાસ માનવામાં આવે છે જેનાથી ખબર પડે છે કે કેન્સરની શું સ્થિતિ છે.