મનોરંજન

ઐશ્વર્યા રાયને જોઈને હોશ ખોઈ બેઠો હતો સંજય દત્ત, બહેનો આપી હતી સલાહ

એક ફ્લિમમાં સંજય દત્તે વહુરાણી એશ્વર્યાને બાહોમાં લઈને બોલ્ડ સીન આપેલા, જુઓ પછી શું થયું

બોલીવુડનો ખુબ જ પ્રખ્યાત અભિનેતા સાંજ દત્તના જીવન વિશે તો આપણે સૌ પરિચિત છીએ જ, તેની બાયોપિક “સંજુ”માં પણ તેના વિશે ઘણી વાતો જાણવા મળી. સંજય દત્તના ઘણાં રિલેશન ચર્ચામાં રહેલા છે.

તે પોતે પણ જણાવે છે કે તેનું ઘણી છોકરીઓ સાથે અફેર હતું અને તે પકડાઈ પણ ગયો છે. સુંદર ચહેરાઓ જોઈને દિલ હારી જનારો સંજુ ઐશ્વર્યા રાય ઉપર પણ ફિદા હતો. આ વાતનો ખુલાસો તેને પોતાના એક ઇન્ટરવ્યૂની અંદર કર્યો હતો. આજે આપણે એ ઘટના વિશે જાણીએ.

Image Source

સંજય દત્તનું એક ખુબ જ જૂનું ઇન્ટરવ્યૂ સામે આવ્યું છે જેમાં સંજય દત્ત ઐશ્વર્યા રાયની સુંદરતાને લઈને તેનો કેટલો મોટો ચાહક હતો તેની વાત જણાવી રહ્યા છે. આ વાત ખુદ સંજય દત્તે જ જણાવી હતી જેમાં તે ઐશ્વર્યાને મળવા માટે, તેને જોવા માટે, તેનો ફોન નંબર લેવા માટે તડપી રહ્યા હતા. સંજય અને ઐશ્વર્યાએ ફિલ્મ શબ્દમાં સાથે કામ પણ કર્યું છે.

Image Source

આ વાત ઘણા વર્ષો જૂની છે જેમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન સંજય દત્ત પોતે જ સ્વીકારે છે કે તે ઐશ્વર્યાને કેટલી પસંદ કરતો હતો અને તેનો ફોન નંબર પણ મેળવવા માંગતો હતો.

Image Source

આ ઇન્ટરવ્યૂ 27 વર્ષ જૂનો છે એટલે કે વર્ષ 1993નો છે જયારે ઐશ્વર્યા રાય મોડેલિંગ કરી રહી હતી અને સંજય દત્ત સાથે તેને એક મેગેઝીન માટે ફોટોશૂટ કર્યું હતું. ત્યારે ઐશ્વર્યાએ મિસ ઇન્ડિયામાં પણ ભાગ નહોતો લીધો, ના સલમાન ખાન સાથે કોઈ અફેર હતો. ત્યારે કોઈને એમ પણ ખબર નહોતી કે તે બચ્ચન પરિવારની વહુ બનશે. એ સમયે સંજય દત્ત તેની પાછળ પાગલ હતો.

Image Source

એ સમયમાં સંજય દત્ત ખુબ જ મોટો કલાકાર હતો અને ઐશ્વર્યા રાય દેશની ટોપ મોડલ હતી, સંજયે આ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને ઐશ્વર્યાને એક સોફ્ટ ડ્રિન્કની જાહેરાતમાં આમિર ખાન સાથે જોઈ હતી અને ત્યારે તેઓ ઐશ્વર્યાને સંજનાના નામથી જ ઓળખતા હતા.

Image Source

ફોટોશૂટ દરમિયાન સંજય દત્તે જણાવ્યું હતું કે તે ઐશ્વર્યની સુંદરતા જોઈને હેરાન રહી ગયો હતો તે તેને ઈમ્પ્રેસ પણ કરવા માંગતો હતો અને તેનો ફોન નંબર પણ મેળવવા માંગતો હતો. પરંતુ આ માટે  તેમની બહેનોએજ આવું કંઈજ કરવાની ના કહી હતી સાથે તે ઐશ્વર્યાને કોઈ ફૂલ પણ ના મોકલે તેવી સ્પષ્ટ સૂચના પણ આપી હતી.

Image Source

સંજય દત્તે જણાવ્યું હતું કે તેમની બહેનોને ઐશ્વર્યા ખુબ જ પસંદ હતી. તે તેમને મળી પણ ચુકી હતી. તેમને એશ ખુબ જ સુંદર લાગી હતી.

Image Source

સંજય દત્તે ત્યારે એક ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે: “ઐશ્વર્યા જો ફિલ્મોમાં આવશે તો તેની સુંદરતા ખોવાઈ જશે, તેનું લોજીક હતું કે જો તમે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં આવી ચો તો બધું જ બદલવા લાગે છે. તમે મેચ્યોર થવા લાગો છો અને માસુમિયત ખોવા લાગો છો.

Image Source

આ સાથે જ સંજય દત્તે એમ પણ જણાવ્યું હતું કે “જ્યારે ઐશ્વર્યા રોડ ઉપર નીકળી હતી ત્યારે તેને જોવા માટે ટ્રાફિક જામ પણ થઈ જતું હતું. પરંતુ હું જો તેના માટે કઈ કરતો તો મારા નામનો વિવાદ શરૂ થઈ જતો.”