તાજેતરમાં બોલિવૂડ અભિનેતા સંજય દત્તે પોતાનો ખરાબ સમય યાદ કરીને તેની પહેલી પત્ની રિચા શર્મા અને મોટી પુત્રી ત્રિશલા વિશે ખુલાસો કર્યો હતો. સંજયે કહ્યું હતું કે ત્રિશલા તેને કાકા કહેતી હતી, પિતા કે પપ્પા નહીં. તાજેતરમાં જ તેમનો એક જૂનો ઇન્ટરવ્યૂ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે પહેલી પત્ની રિચા શર્મા સાથે તેના અલગ થવાની વાત કરી હતી.
View this post on Instagram
1993માં આપેલા આ ઇન્ટરવ્યુમાં સંજયે અલગ થવા માટે રિચાને જવાબદાર ગણી હતી. સંજય દત્તે ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘મને રિચા પર ખૂબ ગુસ્સો આવ્યો અને મેં તેને આ વિશે પૂછ્યું. જો હું મારા બાળકની આસપાસ ન હોત, તો શું રિચાની ફરજ ન હતી કે તે તેને મગજમાં મારી યાદો જીવંત રાખે. મેં રિચાને કહ્યું કે જો હું તેની જગ્યાએ હોત અને પરિસ્થિતિ ઉંધી હોત, તો હું તે છોકરીના મગજમાં તેની યાદોને જીવંત રાખતો.
View this post on Instagram
જણાવી દઈએ કે સંજય દત્તે 1987માં રિચા શર્મા સાથે લગ્ન કર્યા હતા. તેમની પુત્રી ત્રિશલાનો જન્મ 1988માં થયો હતો. રિચાના ગયા પછી સંજુ પિલ્લઈ સાથે 1998માં લગ્ન કરી લીધા હતા, પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ટકી ન શક્યા અને 2005માં બંનેના છૂટાછેડા થઈ ગયા.
View this post on Instagram
રિયાથી અલગ થયા પછી સંજયે ત્રીજા લગ્ન વર્ષ 2008માં માન્યતા સાથે કર્યા હતા. જેનાથી તેને 2 જોડિયા બાળકો શાહરાન અને ઇકરા હતા. તેમની મોટી પુત્રી ત્રિશાલા 31 વર્ષની છે અને બંને વચ્ચે ખૂબ સારી બોન્ડિંગ છે. જોકે ત્રિશલાને પિતા સંજય દત્ત અને તેની ત્રીજી પત્ની માન્યતા દત્ત સાથે ખૂબ સારા સંબંધ છે. મોટાભાગે ત્રિશલા તેના ઇન્સ્ટાગ્રામ પર સંજય દત્ત અને તેના પરિવાર સાથે ફોટા શેર કરતી રહે છે.

સંજય દત્ત ફિલ્મ કલંકમાં જોવા મળ્યો હતા જે 17 એપ્રિલ 2019ના રોજ રીલીઝ થઇ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક વર્માને કર્યું છે. આ ફિલ્મમાં સંજય દત્ત અને માધુરી દીક્ષિત ઉપરાંત આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા, આદિત્ય રોય કપૂર અને વરૂણ ધવન જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. તેના પછી તે પાનીપતમાં પણ જોવા મળ્યો હતો. તે kgf 2માં પણ જોવા મળશે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.