મનોરંજન

કરિશ્મા કપૂરનો 53 વર્ષીય પૂર્વ પતિ બન્યો પાંચમી વાર પિતા, ઘણી વખત થઇ ચુક્યા છે લગ્ન- રસપ્રદ માહિતી

બૉલીવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂર પાંચમી વાર પિતા બની ગયો છે. સંજય કપૂરની પત્નીપ્રિયા સચદેવે એક પુત્રને જન્મ આપ્યો છે. સંજય અને પ્રિયાએ તેના બાળકનું નામ તૈમુરની જેમ ઘણું યુનિક રાખ્યું છે. આ કપલે હજુ સુધી તેના બાળકની તસ્વીર શેર નથી કરી.

સંજય કપૂર અને પ્રિયા સચદેવે તેના પુત્રનું નામ અજારિયસ રાખ્યું છેજણાવી દઈએ કે, 2016માં સંજય કપૂરે કરિશ્મા સાથે છૂટાછેડા લીધા બાદ ગત વર્ષે એપ્રિલ મહિનામાં પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા.

સંજય કપૂર 53 વર્ષ પિતા બન્યો છે. આ પહેલા સંજય કપૂર અને કરિશ્મા કપૂરના 2 બાળકો સમાયરા અને કિયાન રાજકપૂર છે. કરિશ્માએ 2010માં બન્ને બાળકો સાથે સંજયનું ઘર છોડી દીધું હતું. સંજય કપૂરથી અલગ થયા બાદ બન્ને બાળકોની કસ્ટડી કરિશ્મા પાસે છે. પ્રિયા અને સંજય કરિશ્મા કપૂરના બાળકો સાથે સમય વિતાવતા નજરે ચડે છે.

સંજય અને કરિશ્માના લગ્ન 2003માં થયા હતા, બન્નેનું લગ્ન જીવન લગભગ 13 વર્ષ સુધી ચાલ્યું હતું.મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, સંજયની લાઈફમાં પ્રિયાના આગમનથી જ સંજય અને કરિશ્માના સંબંધમાં તિરાડ પડવા લાગી હતી.

પ્રિયા સચદેવના બીજા તો સંજય કપૂરના ત્રીજા લગ્ન છે. સંજય કપૂરની પહેલી પત્ની ડિઝાઈનર નંદિતા મથાની છે. નંદિતા અને સંજય કપૂરે 2 બાળકો છે.

 

View this post on Instagram

 

Summer loving 🥰 with my little man😉🤗❤️ #Azarias #ASK #AzariasSuriKapur

A post shared by Priya Sachdev Kapur (@priyasachdevkapur) on

તો પ્રિયા સચદેવ બીજી વાર માતા બની છે. પ્રિયાએ હોટેલ બિઝનેસમેન વિક્રમ ચટવાલ સાથે લગ્ન કર્યા હતા. વિક્રમ અને પ્રિયાને એક પુત્રી પણ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.