ફિલ્મી દુનિયા

સુશાંત આત્મહત્યા કેસમાં આ હીરોઇનને પોલીસે બોલાવી અને 9 કલાક પુછપરછ કરી, જાણો વિગતે

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે પોલીસ લગાતાર તપાસ કરી રહી છે. એક્ટરના સુસાઇડ મામલે પોલીસએ અત્યાર સુધી ઘણા લોકોની પુછપરછ કરી હતી. જે વચ્ચે ગઈ કાલે સુશાંતની આવનારી ફિલ્મ ‘દિલ બેચારા’ ની કો-એક્ટ્રેસ સંજના સંઘીની પોલીસ સ્ટેશનમાં 9 કલાક પૂરપરછ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Femina (@feminaindia) on

આ પૂછપરછમાં સંજનાએ સુશાંતસિંહ રાજપૂત સાથે જોડાયેલી અનેક બાબતોનો પર્દાફાશ કર્યો હતો. સંધનાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે દિલ બેચારામાં મને પાછળથી ખબર પડી કે હું આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતની લીડરોલમાં. હું સુશાંતને પહેલી વાર સેટ પર મળી હતી. સંજનાએ જણાવ્યું હતું કે, 2018 માં ઓડિશન પછી કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ મને પસંદ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@bollywoodsgems) on

મીતુ પરના થયેલા પ્રશ્નના જવાબમાં સંજનાએ કહ્યું કે સુશાંતે તેની સાથે ક્યારેય કોઈ ખોટું કૃત્ય કર્યું નથી. તેને ક્યારે પણ સુશાંત પર મીટુનો આરોપ લગાવ્યો નથી. વર્ષ 2018માં મીટુના સમયે કોઈએ અફવા પેદા કરી હતી કે સુશાંતે મને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો અને મેં આક્ષેપો કર્યા હતા જે ખોટા છે. મેં આ ક્યારેય કર્યું નથી.

સંજનાએ કહ્યું કે જ્યારે હું યુએસના પ્રવાસથી પાછી આવી ત્યારે મને આ ઘટના વિશે જાણ થઈ હતી. મેં સોશિયલ મીડિયા પર સમજાવ્યું અને કહ્યું કે આ બધી ખોટી વાર્તા છે. આ ઘટનાથી સુશાંત ડિપ્રેશનમાં આવી ગયો હતો. તેમણે મને કહ્યું કે મીટૂ અભિયાનના બહાને તેને બદનામ કરવા માટે કઇ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Nari (@nari.kesari1) on

સંજનાએ વધુમાં જણાવ્યું હતું કે, સુશાંતે સ્વસ્થ થવામાં થોડો સમય લીધો. તેણે મારી સાથે ક્યારેય પર્સનલ વાત શેર કરી ન હતી. તે ફક્ત તેના અંગત જીવનમાં શું ચાલે છે તે જાણતો હતો. જોકે જ્યારે પણ પરિવારની વાત કરતો ત્યારે તે તેના પરિવારના સભ્યોની કેટલીક રમૂજી વાતો કહેતો હતો પરંતુ સુશાંત ડિપ્રેશનમાં હોવાની જાણ નહોતો.

 

View this post on Instagram

 

A post shared by weeeeeee2 (@bollywoodangels8) on

જણાવી દઈએ કે,સુશાંતે 14 જૂનના રોજ તેના બાંદ્રા સ્થિત ઘરમાં આત્મહત્યા કરી લીધી હતું સુશાંતના આકસ્મિક અવસાન બાદ સંજના ઘણી ઈમોશનલ થઇ ગઈ હતી. સંજના ઇન્સ્તાગ્રામ પર અલગ અંદાજ જ ટ્રિબ્યુટ દેવાની કોશિશ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.