ફિલ્મી દુનિયા

શૂટિંગમાં દરમિયાન સુશાંતે આ અભિનેત્રીને અડપલા કર્યાને લીધે થયો હતો બદનામ, પણ હવે આવ્યું સત્ય સામે

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે પોલીસ લગાતાર તપાસ કરી રહી છે. અત્યાર સધી 29થી વધુ લોકોની પુછપરછ કરવામાં આવી ચુકી છે. જે મંગળવારે સુશાંતની આવનારી ફિલ્મ ‘દિલ બેચારા’ ની કો-એક્ટ્રેસ સંજના સંઘીની પોલીસ સ્ટેશનમાં 9 કલાક પૂરપરછ કરવામાં આવી હતી.

આ પૂછપરછમાં સંજનાએ સુશાંતસિંહ રાજપૂત સાથે જોડાયેલી અનેક બાબતોનો પર્દાફાશ કર્યો હતો. સંજનાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે દિલ બેચારામાં મને પાછળથી ખબર પડી કે આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતની લીડરોલમાં છે. હું સુશાંતને પહેલી વાર સેટ પર મળી હતી. સંજનાએ જણાવ્યું હતું કે, 2018 માં ઓડિશન પછી કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ મને પસંદ કરી હતી.

મીટું પરના થયેલા પ્રશ્નના જવાબમાં સંજનાએ કહ્યું કે સુશાંતે તેની સાથે ક્યારેય કોઈ ખોટું કામ કર્યું નથી. તેને ક્યારે પણ સુશાંત પર મીટુનો આરોપ લગાવ્યો નથી. વર્ષ 2018માં મીટુના સમયે કોઈએ અફવા પેદા કરી હતી કે સુશાંતે મને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો અને મેં આક્ષેપો કર્યા હતા જે ખોટા છે. મેં આ ક્યારેય કર્યું નથી.

સુશાંતે સંજના સાથે થયેલી વાતચીતને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા મુદ્દે માફી માગતા કહ્યું હતું કે, તે સમયે સંજનાનો સંપર્ક થઈ શક્યો નહોતો તેથી તે દબાણમાં આવી ગયો અને એક્ટ્રેસ સાથેની વાતચીતના સ્ક્રિનશૉટ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

સંજનાએ કહ્યું કે જ્યારે હું યુએસના પ્રવાસથી પાછી આવી ત્યારે મને આ ઘટના વિશે જાણ થઈ હતી. મેં સોશિયલ મીડિયા પર સમજાવ્યું અને કહ્યું કે આ બધી ખોટી વાર્તા છે. આ ઘટનાથી સુશાંત ડિપ્રેશનમાં આવી ગયો હતો. તેમણે મને કહ્યું કે મીટૂ અભિયાનના બહાને તેને બદનામ કરવા માટે કંઈક ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

સંજનાએ વધુમાં જણાવ્યું હતું કે, સુશાંતે સ્વસ્થ થવામાં થોડો સમય લીધો. તેણે મારી સાથે ક્યારેય પર્સનલ વાત શેર કરી ન હતી. તે ફક્ત તેના અંગત જીવનમાં શું ચાલે છે તે જાણતો હતો. જોકે જ્યારે પણ પરિવારની વાત કરતો ત્યારે તે તેના પરિવારના સભ્યોની કેટલીક રમૂજી વાતો કહેતો હતો પરંતુ સુશાંત ડિપ્રેશનમાં હોવાની જાણ નહોતો. સંજના અને મુકેશ છાબડા હંમેશા તેની સાથે જ હતા. તેમને એ અંગે જાણ નહોતી કે સુશાંત પાસે ફિલ્મ કેટલી છે અને પછી તે ડિપ્રેશનમાં છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.