“બુમરાહને કેવી રીતે પટાવ્યો ?” પત્ની સંજનાએ મોઢું બંધ કરી દીધું, કહ્યું, “ચપ્પલ જેવું મોઢું, સમજી……”

ઓસ્ટ્રેલિયામાં હાલ ટી-20 વર્લ્ડ કપ ચાલી રહ્યો ચેહ અને ભારતીય ટીમ સુપર ફોર્મમાં પણ ચાલી રહી છે. અને આવતી કાલે ઇંગ્લેન્ડ સામે સેમી ફાઇનલ મેચ રમશે. ત્યારે આ સિરીઝમાં એક ખેલાડીને ચાહકો ખુબ જ મિસ કરી રહ્યા છે અને તે છે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને. તે ઇજાના કારણે હાલ સિરીઝમાંથી બહાર છે, પરંતુ હાલ તેને લઈને એક ખબર ચર્ચામાં ચાલી રહી છે.

જસપ્રીત બુમરાહ ભલે હાલ સિરીઝનો ભાગ ના હોય પરંતુ તેની પત્ની સંજના ગણેશન ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ટી-20 વર્લ્ડ કપમાં આઈસીસી તરફથી સ્પોર્ટ્સ એન્કરની ભૂમિકા નિભાવી રહી છે. હાલમાં તે ભારતના સેમિફાઇનલ મુકાબલા પહેલા તેના નિશ્ચિત સ્થાન પર પણ પહોંચી ચુકી છે. હાલમાં જ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં તે એડિલેડ ગ્રાઉન્ડ પર નજર આવી રહી છે. જ્યાં આજે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી સેમિફાઇનલ રમાઈ રહી છે.

ત્યારે સંજનાની આ પોસ્ટ પર એક યુઝર્સ દ્વારા એવી કોમેન્ટ કરવામાં આવી કે જેને વાંચીને સંજનાનો ગુસ્સો સાતમા આસમાને પહોચી ગયો અને તેને ટ્રોલ કરવા વાળા આ વ્યક્તિને તેને જડબાતોડ જવાબ આપ્યો. સંજનાએ પોસ્ટમાં કેપશન લખ્યું હતું કે “એડિલેડમાં આ સમયે વાતાવરણ ખુબ જ સુંદર છે !”

આ પોસ્ટ પર એક યુઝર્સ દ્વારા કોમેન્ટ કરીને લખવામાં આવ્યું હતું કે “મેડમ એટલી સુંદર પણ નથી તમે, તો પછી બુમરાહને કેવી રીતે પટાવી લીધો ?” જેના પર સંજના ગુસ્સે ભરાઈ અને રીપ્લાય આપતા લખ્યું કે, “અને પોતે ચપ્પલ જેવો ચહેરો લઈને ફરી રહ્યો છે એનું શું ?” સંજનાનો આ રીપ્લાય વાંચ્યા બાદ યુઝર્સે પોતાની કોમેન્ટ ડીલીટ કરી દીધી હતી.” ત્યારે હવે આ ખબર ખુબ જ વાયરલ થઇ રહી છે.

Niraj Patel