ફિલ્મી દુનિયા

રિયા પછી બાદ હવે આ અભિનેત્રીની પણ ડ્રગ્સ કેસમાં થઇ ધરપકડ, એક પછી એક નામ આવી રહ્યા છે સામે

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં ડ્રગ્સનું એન્ગલ સામે આવતા જ ઘણા બધા નવા ખુલાસા થઇ રહ્યા છે. ગઈકાલે મંગળવારના રોજ સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી. હવે બીજી એક અભિનેત્રીની પણ આ મામલામાં ધરપકડ કરવામાં આવી છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સના તાર છેક કન્નડ ઇન્ડસ્ટ્રી સુધી પણ ફેલાયેલા જોવા મળ્યા, ત્યારબાદ થોડા દિવસ પહેલા જ અભિનેત્રી રાગિની દ્વિવેદીની પણ આ મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. હવે રાગિની બાદ ડ્રગ્સ સેવન અને અવૈધ ડ્રગ્સ માર્કેટ સંબંધીત પુછપરછ માટે બેંગ્લોર પોલીસે અભિનેત્રી સંજના ગલરાનીની પણ મંગળવારના રોજ ધરપકડ કરી છે. આ વાતની જાણકારી પોલીસ સૂત્રો દ્વારા મળી છે.

Image Source

અભિનેત્રી રાગિની દ્વિવેદીને શહેરમાં મોટી-મોટી ડ્રગ્સ પાર્ટીઓમાં લોકોને ડ્રગ્સ પહોંચાડવાના મામલામાં શહેર પોલીસ દ્વારા ધરપકડ કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રો પ્રમાણે સંજના ગલરાનીને મંગળવારે સવારે ઇન્દિરા નગર સ્થિત તેના આવાસ ઉપર કેન્દ્રીય અપરાધ શાખા છાપામારી બાદ ધરપકડ કરવામાં આવી હતી.

Image Source

સંજનાને પૂછપરછ માટે અપરાધ શાખાના કાર્યાલયમાં લઇ જવામાં આવી છે. આ વિશે વાત કરતા બેંગ્લોર પોલીસના સંયુક્ત આયુક્ત સંદીપ પાટીલે કહ્યું છે કે: “કોર્ટના સર્ચ વોરંટ મળ્યા બાદ જ સંજનાના ઘરે છાપેમારી કરવામાં આવી. જયારે તેના મિત્ર રાહુલ વિરુદ્ધ ડ્રગ્સથી જોડાયેલા મામલામાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Image Source

તમને જણાવી દઈએ કે અભિનેત્રી રાગિની દ્વિવેદીની તેના ઘરે થયેલી તપાસ બાદ શુક્વારે જ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાહુલ અને વીરેન ખન્નાની પણ ધરપકડ કરવામાં આવી છે.

સંજના ગલરાનીએ ઈતર પોલીસને જણાવ્યું કે વીરેન ખન્ના જ મુખ્ય વ્યક્તિ હતો. જે પાર્ટીઓનું આયોજન કરતો હતો. જ્યાં ડ્રગ્સ પણ લેવામાં આવતું હતું. તે અત્યારે દિલ્હીમાં છે અને કેન્દ્રીય ક્રાઇમ બ્રાન્ચના બે પોલીસ ઇન્સ્પેકટરે તેની દિલ્હીમાંથી ધરપકડ કરી છે.

Image Source

સંજનાની વાત કરીએ તો તેનો જન્મ બેંગ્લોરમાં થયો હતો. તેને તમિલ ફિલ્મ દ્વારા ઇન્ડસ્ટ્રીમાં વર્ષ 2006માં પ્રવેશ કર્યો હતો. તેને કન્નડ ફિલ્મમાં પણ કામ કર્યું છે. હાલમાં જ તે કલર્સ ટીવી પર આવી રહેલા શો “મુજસે શાદી કરોગે”માં એક પ્રતિસ્પર્ધી તરીકે નજર આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.