ખબર

જો તમે પણ આ સેનિટાઇઝરનો ઉપયોગ કરતા હોય તો થઇ શકે છે આ ગંભીર બીમારી, જાણો સમગ્ર વિગત

હાલ આખી દુનિયા કોરોના જેવી મહામારી સામે લડી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા સતત હાથ ધોવાની અને માસ્ક પહેરવાની સલાહ આપે છે. હાલમાં જ સૅનેટાઇઝરને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

Image source

અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, દૂષિત સેનિટાઇઝરને કારણે આંખમાં અંધાપો આવી શકે છે. દુષિત સૅનેટાઇઝરને કારણે ચક્કર આવવા, ઊલટી થવી, કોમામાં સરી પડવું, આંખમાં ધૂંધળું દેખાવું, આંખની રોશની જતી રહેવી તો ક્યારેક સૅનેટાઇઝરને કારણે મોત પણ થઇ શકે છે. દુષિત સૅનેટાઇઝરમાં મિથેનોલ નામનો ઝેરી પદાર્થ હોય ઘણી આડઅસર કરે છે. એફ્ડીએના મતે મિથેનોલ ખતરનાક હોય છે કે તે ચામડી પર અંદર જતું રહે છે. ક્યારેક આ કિસ્સામાં જીવલેણ પણ સાબિત થઇ શકે છે.

Image source

જણાવી દઈએ કે,હાથ ધોવા માટે જયારે ચોખ્ખું પાણી કે સાબુ ના હોય ત્યારે જ સૅનેટાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ. સૅનેટાઇઝર ખરીદતા પહેલા એ ખાસ ધ્યાન રાખવાનું કે સૌ પહેલા તેમાં આલ્કોહોલનું પપ્રમાણ કેટલું છે અને એક્સપાયરી ડેટ કંઈ છે. આલ્કોહોલની માત્રા 60 ટકા હોય એવાં જ હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવો જોઇએ. એફ્ડીએના મતે મિથેનોલ એટલું ખતરનાક હોય છે કે તે ચામડી પર લગાવવાથી તે ચામડીમાં સીધો અંદર જતું રહે છે અને તે ગંભીર કિસ્સામાં જીવલેણ પણ સાબિત થઇ શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.