વાયરલ

કોરોનાનો ખાતમો બોલાવવા આ ભાઈનો જુગાડ સાંભળીને તમે પણ હેરાન રહી જશો, વાયરલ થઇ રહ્યો છે રમુજી વીડિયો

કોરોના મહામારીના કારણે દેશ અને દુનિયામાં બધા જ લોકો હેરાન થઇ રહ્યા છે. દરેક વ્યક્તિના મનમાં એક જ વિચાર હશે કે આ મહામારી ક્યારે ખતમ થાય. આ દરમિયાન સોશિયલ મીડિયામાં સલાહ સૂચનો આપતા ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. જેને જોઈને આપણે પણ આવા મુશ્કેલીના સમયમાં પણ હસી ઉઠીએ છીએ.

હાલ સોશિયલ મીડિયામાં એક એવા જ વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે આ મહામારી રોકવા અને કોરોનાનો ખાતમો બોલાવવા એક એવો જુગાડ બતાવી રહ્યો છે જેને જોઈને તમે પણ ચોંકી ઉઠશો.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એક દુકાનદાર દેખાઈ રહ્યો છે, તેની પાસે એક વ્યક્તિ આવે છે અને તેને સૅનેટાઇઝર વિશે પૂછે છે. ત્યારે તે પોતાની પાસે સૅનેટાઇઝર સ્ટોકમાં હોવાનું જણાવે છે. પરંતુ ત્યારબાદ એ દુકાનદાર જે કહે છે તે ખુબ જ રસપ્રદ છે.

તે દુકાનદાર જણાવી રહ્યો છે કે સૅનેટાઇઝરના 4 લાખ કેરબા મુંબઈ મોકલાવ્યા છે. અને ત્યાં દરિયામાં આ સૅનેટાઇઝર નાખવાનું ચાલુ થઇ ગયુ છે. દરિયામાં જેવી બાષ્પ બનશે એટલે તે ઉપર જશે અને વાદળાં બનશે. અને જેવો વરસાદ પડશે તો પાણી સાથે સૅનેટાઇઝર પણ પડશે અને જેવો વરસાદ પડ્યો એટલે કોરોના ખલાશ. જુઓ તમે પણ આ વાયરલ વીડિયો….

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)