પાકિસ્તાની સાથે લગ્ન કરવા વાળી સાનિયા મિર્ઝાનું ઘર ભાંગશે? જાણો સમગ્ર મામલો
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક પોપ્યુલર કપલ્સમાંના એક છે. સાનિયા અને શોએબની લવ કેમેસ્ટ્રીએ એક સમયે બધાનું દિલ લુભાન્યુ હતુ. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર એવી ખબર છે કે બંને વચ્ચે કંઇ ઠીક નથી ચાલી રહ્યુ. સાનિયા અને શોએબનો સંબંધ તૂટવાની કગાર પર છે. સાનિયા અને શોએબનો સંબંધ તૂટવાની ચર્ચાઓને હવા ટેનિસ પ્લેયરની એક સોશિયલ મીડિયા પોસ્ટે આપી છે.
સાનિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની અને દીકરા ઇઝહાનની એક ખૂબસુરત તસવીર શેર કરી છે, જેના કેપ્શનમાં તેણે લખ્યુ છે- એ પળ જે મને સૌથી મુશ્કેલીના દિવસોમાં લઇ જાય છે. સાનિયાની પોસ્ટથી એ ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે તેની પર્સનલ લાઇફમાં મુશ્કેલીઓ ચાલી રહી છે. સાનિયાની કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ દર્દ છલકાઇ રહ્યુ છે. તેણે આ પહેલાની પોસ્ટમાં લખ્યુ હતુ કે, તૂટેલા દિલ ક્યાં જાય છે ? સાનિયા મિર્ઝા એક રીતે સોશિયલ મીડિયા પર દર્દ વ્યક્ત કરી રહી છે.
ત્યાં બીજી તરફ શોએબે હાલમાં જ દીકરા ઇઝહાનની બર્થ ડે પાર્ટીની તસવીરો શેર કરી હતી, જેમાં સાનિયા હાજર ચો હતી પરંતુ તેણે દીકરાના જન્મદિવસની એક પણ તસવીરો પોસ્ટ કરી નહોતી. સાનિયાના આ એક્ટે લોકોને વિચારવા માટે મજબૂર કરી દીધા છે. કારણ કે ટેનિસ સ્ટાર સાનિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને આ કારણે ચર્ચાઓ છે કે સાનિયા અને શોએબ વચ્ચે બધુ બરાબર નથી.જણાવી દઇએ કે, એક પાકિસ્તાની મીડિયાએ તો એવો દાવો કર્યો છે કે તે બંને હવે સાથે નથી રહી રહ્યા.
એવું કહેવામાં આવે છે કે શોએબ મલિક વધારે પાકિસ્તાનમાં રહે છે, જ્યારે સાનિયા દુબઇ અને ભારતમાં પોતાનો સમય વીતાવે છે. સાનિયા મિર્ઝાએ 2010માં શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. તે સમયે આ લગ્ન ઘણા ચર્ચામાં રહ્યા હતા કારણ કે શોએબ પર પૂર્વ પત્ની આયશાને તલાક આપ્યા વગર લગ્ન કરવાનો આરોપ લાગ્યો હતો. જો કે, વિવાદો બાદ પણ કપલે 2010માં હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને વધારે દુબઇમાં રહે છે. પાક રીપોર્ટમાં એ પણ કહેવામાં આવી રહ્યુ છે કે શોએબ મલિકે દુબઇવાળું ઘર છોડી દીધુ છે
અને તે વધારે હવે પાકિસ્તાનના સિયાલકોટ અને કરાચીમાં સમય વિતાવે છે. પાકિસ્તાની રીપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શોએબે સાનિયાને દગો આપ્યો છે. એક શોના શુટિંગ દરમિયાન પૂર્વ ક્રિકેટરની એક પાકિસ્તાની ટીવી એક્ટ્રેસ સાથે નજીકતા ઘણી વધી ગઇ છે. આ ખબરોના સામે આવ્યા બાદ સાનિયા અને શોએબના સંબંધમાં તિરાડ પડી.છેલ્લા કેટલાક સમયથી સાનિયાએ તેના ઇન્સ્ટા પર શોએબ સાથે તસવીરો શેર કરવાનું બંધ કરી દીધુ છે.