ઉપ્સસસ આ કોની જોડે બેડ શેર કરી રહી છે સાનિયા..જુઓ
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. જે વાયરલ થઇ જાય છે. આ વખતે પણ કંઇક આવું જ થયું છે.

સાનિયા મિર્ઝાએ તેની નાની બહેન અનમ મિર્ઝાના જન્મદિવસ પર તેના માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે. ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ બહેનના જન્મદિવસ પર તેને સમર્પિત એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે.
View this post on Instagram
સાનિયા મિર્ઝા પોતાની નાની બહેનની ખુબ જ નજીક છે અને હંમેશા ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી રહે છે.

સાનિયા મિર્ઝાએ પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે, પોતાની ‘રક્ષક’ અને ‘જે વ્યક્તિ વગર તે એક દિવસ પણ ગુજારી શક્તી નથી, તેમનું પ્રથમ બાળક…’ તેણે જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને સાથે સાથે ‘આઇ લવ યૂ’ પણ લખ્યું હતું.

સાનિયા મિર્ઝાની આ પોસ્ટને હજારો લાઇક્સ મળી ચૂક્યા છે અને લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. સાનિયાએ પોસ્ટ સાથે ચાર તસવીરો પણ શેર કરી છે.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, સાનિયાની બહેન અનમ મિર્ઝાએ ડિસેમ્બર 2019માં મોહમ્મદ અઝરૂદ્દીનના પુત્ર અસદ સાથે લગ્ન કર્યા હતા.

સાનિયા મિર્ઝાએ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને અનુભવી ઓલરાઉંડર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઇએ કે, મલિક યુએઇમાં અબુધાબી ટી-10 લીગનો હિસ્સો હતા. જયાં તેમણે મરાઠા અરેબિયંસની કમાન સંભાળી હતી. આ પહેલા તે શ્રીલંકામાં લંકા પ્રિમીયર લીગમાં વિજેતા ટીમ જાફના સ્ટૈલિયંસનો હિસ્સો હતા.