ખેલ જગત

સાનિયા મિર્ઝાએ આ રીતે 4 મહિનામાં ઘટાડ્યું 26 કિલો વજન, ગજબ હો પણ…

દરેક મહિલાઓ માટે પ્રેગનેંન્સીની પળ ખુબ જ ખાસ હોય છે. મહિલા ઓ આ પળને ખુલીને જીવવા માંગે છે. પરંતુ સાથે જ પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓના શરીરમાં ઘણા પ્રકારના ફેરફાર આવે છે. જેના કારણે ઘણી સમસ્યા થાય છે. જેમકે વજન વધારો, વાળનું ખરવું, પગમાં દર્દ થવું વગેરે. ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનું પણ પ્રેગ્નેન્સી દરમિયાન બહુ જ વજન વધી ગયું હતું. સાનિયાએ આ વજન ચાર મહિનામાં ઉતારી દીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sania Mirza (@mirzasaniar) on

હાલમાંજ કોર્ટમાં પરત ફરનાર સાનિયા મિર્ઝાએ માતા બન્યા બાદ ચાર મહિનામાં 22 કિલો વજન ઘટાડ્યું હતું.સાનિયા મિર્ઝાએ થોડી તસ્વીર શેર કરી હતી. જે બાદ તેને જણાવ્યું હતું કે, 2 વર્ષ ટેનિસથી દૂર રહ્યા બાદ તેની શારીરિક સ્થિતિ શું હતી અને આજે શું છે ?

 

View this post on Instagram

 

A post shared by Sania Mirza (@mirzasaniar) on

સાનિયા મિર્ઝાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેને આ વજન કેવી રીતે ઓછું કર્યું છે. સાનિયા મિર્ઝાએ જણાવ્યું હતું કે, તે કિક બોક્સિંગ કરતી હતી, કાર્ડિયો કિક બોક્સિંગ એક નોન કોન્ટેકટ વર્કઆઉટ છે. જેમાં બધા કીક હવામાં અથવા પેડ સાથે કરવામાં આવતી હતી. આ એક હાઈ એનર્જી વર્કઆઉટ છે. આ કરવાથી લગભગ 1 કલાકમાં 350થી 400 કેલેરી બર્ન કરી શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Sania Mirza (@mirzasaniar) on

સાનિયા મિર્ઝાએ જણાવ્યું હતું કે, પિલેટ્સનો અભ્યાસ પણ કરતી હતી. પિલેટ્સની મદદથી તમે જલ્દી જ શરીરની વધારાની ચરબી ઘટાડીને પાતળા થઇ શકો છો. પિલેટ્સ મુખ્તે જાંઘ, કમર અને પેટની ચરબી ઘટાડે છે.

 

View this post on Instagram

 

A post shared by Sania Mirza (@mirzasaniar) on

વજન ઓછું કરવા માટે સાનિયા મિર્ઝાએ ઘણા એબ્સ વર્કઆઉટ પણ કર્યા છે. વર્કઆઉટ કોર મસલ્સની માંસપેશીઓને મજબૂતી પ્રદાન કરે છે. અને ફેટને આસાનીથી ઓછું કરવામાં મદદ કરે છે. એબ્સ વર્ક આઉટ કરવાથી શરીરનું વજન ઓછું થાય છે. આ સાથે જ સાનિયા દરરોજ 4 કલાક જીમમાં પરસેવો વહેડાવતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sania Mirza (@mirzasaniar) on

સાનિયા મિર્ઝાએ વધુમાં જણાવ્યું હતું કે, વજન ઓછું કરવા માટે કસરતની સાથે-સાથે સ્ટ્રિક્ટ ડાયટ પ્લાન પણ ફોલો કરતી હતી તે ફકતએ જ વસ્તુનું સેવન કરતી હતી જેની કેલેરી અને ફૈટની માત્રા ઓછી હોય. આ સાથે તે જ ખોરાક ખાતી હતી જેમાં ઉચ્ચ માત્રામાં પ્રોટીન અને ફાઈબર હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Sania Mirza (@mirzasaniar) on

એક ઇન્ટરવ્યૂમાં સાનિયાએ જણાવ્યું હતું કે, હું ટેનિસ રમું કે ના રમું પરંતુ મને અરીસામાં જોવું સારું લાગતું ના હતું. સાનિયા એ કહ્યું હતું કે, એ માન્ય નથી રાખતું કે તમે કેવા દેખાવ છો પરંતુ એ માન્ય રાખે છે કે, તમને કેવું ફીલ થાય છે. હું સ્વસ્થ રહેવા માંગતી હતી કારણકે હું સ્વસ્થ રહેવા માંગતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sania Mirza (@mirzasaniar) on

સાનિયાએ વજન ઉતારવા માટે તનતોડ મહેનત કરી છે. તેને વજન ઘટાડવાનો શરૂઆત કાર્ડિયોથી શરૂ કરી હતી. વજન ઓછું કરવા માટે દ્રઢ નિશ્ચયી રહી વજન ઓછ કરવાની સફરને ક્યારે પણ છોડી ના હતી. સાનિયાએ સખ્ત વર્કઆઉટની સાથે-સાથે એક સ્વસ્થ અને સંતુલિત આહાર લીધો હતો. ત્રણ વાર ગ્રેન્ડ સ્લેમ વિજેતા સાનિયાએ જાન્યુઆરીએ હોબાર્ટ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ જીતીને ઇન્ટરનેશનલ સર્કિટમાં પરત ફરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sania Mirza (@mirzasaniar) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.