શોએબ મલિક સાથે છૂટાછેડાની ખબરો વચ્ચે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ શેર કરી ખૂબસુરત તસવીરો, બ્લેક ડ્રેસમાં લાગી હોટ

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ખુબ જ બોલ્ડ લાગી રહી છે, તસવીરો જોઈને ફિદા થશો…

ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પોતાની રમતના દમ પર સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કરી રહી છે. આ દિવસોમાં સાનિયા મિર્ઝા તેના પતિ અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે છૂટાછેડાના સમાચારને લઈને ઘણી ચર્ચામાં છે. એવા અહેવાલો છે કે લાંબા સમયથી બંને વચ્ચે કંઇ સારુ નથી ચાલી રહ્યુ. ત્યારબાદ હવે સાનિયા અને શોએબ તેમના માર્ગો અલગ કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન હસીનાએ તેની કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે, જેને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

સાનિયા મિર્ઝાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક બોડીકોન ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. સાનિયાનો આ ડ્રેસ બોડી ફિટેડ હતો અને તેમાં હાઈ-નેક ડિટેઈલ આપવામાં આવી હતી. ઘૂંટણ સુધીના આ સિમ્પલ ડ્રેસમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. હસીના આ ફિટેડ ડ્રેસમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તેનું ફિગર અને શરીરના કર્વ્સ પરફેક્ટ રીતે હાઇલાઇટ થઇ રહ્યા હતા.

આ તસવીરો જોઇ કોઇ કહી શકે નહિ કે તે એક બાળકની માતા છે. તેની ફિટનેસ ગજબની છે. તે ફિટનેસ પર ઘણુ ધ્યાન પણ આપે છે. સાનિયાએ તેના લુકને પૂર્ણ કરવા માટે બ્લેક શેડ્સ પણ પહેર્યા હતા. સાનિયાનો આ સિમ્પલ પણ સ્ટાઇલિશ હતો. પોતાના ફેવરિટ સ્ટારને આ હોટ લુકમાં જોઈને ફેન્સ તેમને આગ લગાવી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે સાનિયા હંમેશા પોતાની જાતને ખૂબ જ સ્ટાઇલિશ રીતે તૈયાર કરે છે.

આ તસવીરમાં તમે જોઈ શકો છો કે તે બ્લેક કલરના રેપ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. સાનિયા સારી રીતે જાણે છે કે તેને કયા પ્રકારના આઉટફિટ્સ સૂટ કરે છે. તે દરેક લુકમાં સિમ્પલ પણ ગ્લેમરસ લાગે છે. ઉલ્લેખનીય છે કે,સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે અલગ થવાનો નિર્ણય લીધો છે. થોડા દિવસો પહેલા સાનિયા મિર્ઝાએ પણ તેના પુત્ર સાથેની એક સુંદર તસવીર શેર કરી હતી, જેની સાથે તેણે કેપ્શન આપ્યું હતું કે- આ પ્રેમાળ ક્ષણો આપણને આ મુશ્કેલ દિવસોમાંથી બહાર કાઢે છે.

આ તસવીરમાં સાનિયા મિર્ઝાનો પુત્ર તેને પ્રેમ કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. તેમના લગ્નનો સુંદર નજારો આજે પણ દર્શકોના મનમાં જીવંત છે. શાહી લગ્નની દરેક તસવીર પર દર્શકોએ ઘણો પ્રેમ વરસાવ્યો હતો. હાલ શોએબ મલિક પાકિસ્તાનમાં એક સ્પોર્ટ્સ ચેનલ માટે T20 વર્લ્ડ કપમાં કામ કરી રહ્યો છે.

Shah Jina