ખેલ જગત હેલ્થ

4 મહિનામાં કેવી રીતે સાનિયા મિર્ઝાએ ઓછું કર્યું 26 કિલો વજન, જાતે સાનિયાએ જ કર્યો આ વાતનો ખુલાશો, તમે પણ વાંચો

સાનિયા મિર્ઝાએ જ્યારથી પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે ત્યારથી તે ચર્ચામાં રહેતી જોવા મળે છે. સાનિયા ભારતની પહેલા નંબરની ટેનિસ ખેલાડી છે પરંતુ પાકિસ્તાની ક્રિકેટર સાથેના લગ્નને કારણે અવાર નવાર લોકો તેના વિશે ટિપ્પણીઓ કરતા રહે છે.

Image Source

હાલમાં જ સાનિયા મિર્ઝાના મોટાપાને લઈને ઘણા લોકો ચર્ચાઓ કરી રહ્યા હતા. સાનિયા પ્રેગ્નેન્સી દરમિયાન અને બાળકના જન્મ બાદ ખુબ જ જાડી થઈ ગઈ હોવાની વાતો લોકો આ સમયમાં કરતા રહ્યા જેનો જવાબ થોડા સમય પહેલા જ એક કાર્યક્રમ દરમિયાન સાનિયાએ આપ્યો હતો.

Image Source

આ કાર્યક્રમમાં સાનિયાએ કહ્યું કે “પ્રેગ્નેન્સી દરમિયાન લોકો મને જાડી કહીને ટ્રોલ કરી રહ્યા હતા. લોકોને એ વાતની સમજ નથી પડતી કે પ્રેગ્નેન્સી દરમિયાન આપણી અંદર પણ એક જીવ ઉછરી રહ્યો છે. લોકોને બસ તમને જોઈને તમારા ઉપર કોમેન્ટ કરવી હોય છે. આ વાત સમજવા જેવી છે કે પ્રેગ્નેન્સી દરમિયાન એક મહિલાના શરીરમાં ઘણાબધા બદલાવ આવે છે.”

Image Source

સાનિયાએ આગળ જણાવ્યું કે: તેને પોતાનું જીવન ખુબ જ ફિટ અને સ્વસ્થ રહીને વિતાવ્યું છે, તેવામાં દીકરા ઈજહાનના જન્મના 3 અઠવાડિયા પછી જ તેને કસરત કરવાની શરૂ કરી દીધી હતી. તેન માત્ર 4 મહિનામાં 26 કિલો વજન ઓછું કર્યું હતું. પરંતુ આજે પણ તેને પોતાના મોટાપા ઉપર લોકો વાતો કરે છે તે આજે પણ પસંદ નથી.

Image Source

સાનિયાએ એ કાર્યક્રમમાં પ્રેગ્નેસી સિવાય પણ પોતાની કેટલીક અંગત વાતો લોકો સામે મૂકી હતી જેમાં તેને જણાવ્યું હતું કે: તે લગ્ન પછી પણ જમવાનું બનવાનું શીખી નથી, તેનું કારણ જણાવતા સાનિયાએ જણાવ્યું હતું કે તેને કુકીંગ કરવું ગમતું જ નથી જેના કારણે તે ઘરની અંદર એક રસોઈઓ રાખે છે સાથે એ ઘરના સભ્યોના જમવાનું પણ ધ્યાન રાખે છે. સાનિયાને ખાવાનો ખુબ જ શોખ છે.