છૂટાછેડાની ખબર વચ્ચે હવે સાનિયા મિર્જા અને શોએબ મલિક કરવા જઈ રહ્યા છે આ મોટું કામ, જાણીને ચાહકોને પણ લાગ્યો આંચકો

તલાખ તલાખ તલાખની ખબરો વચ્ચે થયો નવો ધડાકો, 12 વર્ષના લગ્નજીવનનો અંત આણવાનું માત્ર નાટક હતું? થયો મોટો ખુલાસો

ગ્લેમર દુનિયામાં અફેર, બ્રેકઅપ, લગ્ન અને છૂટાછેડાની ખબરો સામાન્ય બની ગઈ છે, છતાં આવી ખબરો સામે આવતા જ ચાહકો પણ હેરાન રહી જતા હોય છે, ઘણા કલાકારો અને ક્રિકેટરોના જીવનમાં છૂટાછેડા થયેલા જોવા મળતા હોય છે, એકરીતે તેમની લાઈફ ખુબ જ સારી પણ ચાલતી હોય છે અને ચાહકો પણ તેમને આદર્શ માને છે, પરંતુ જયારે આવી ખબર સામે આવે છે ત્યારે ચાહકોને પણ ધરાસકો પડતો હોય છે.

ત્યારે હાલ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના છૂટાછેડાની ખબરો સતત ચર્ચામાં છે. ત્યારે તેમના છૂટાછેડાની આ ખબરો વચ્ચે તેમને એક નવી જાહેરાત પણ કરી છે. આ કપલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તે બંને એક સાથે નજર આવશે. આ જાણીને ચાહકો પણ દંગ રહી ગયા છે. સાનિયા અને શોએબ દ્વારા જાહૅરાત કરવામાં આવી છે કે તે એક ટોક શો લાવવાના છે.

તેમના આ ટોક શોમાં સાનિયા મિર્જા અને શોએબ મલિક સાથે જોવા મળશે. તેમને પોતાના આ શોના નામનો પણ ખુલાસો કરી દીધો છે. આ નવા શોનું નામ “મિર્જા મલિક શો” છે. આ શો પાકિસ્તાની ચેનલ પર આવશે અને હાલ તેનું પોસ્ટર પણ ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. ત્યારે છૂટાછેડાની ચર્ચાઓ વચ્ચે તેમનો આ શો પણ ખુબ જ રસપ્રદ બનાવો હોય તેવું ચાહકો અનુમાન લગાવી રહ્યા છે.

શોએબનું મોડલ આયશા સાથે નામ જોડાયું હોવાનું મીડિયામાં ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સમાં એમ પણ કેહવેએમ આવ્યું છે કે શોએબ અને આયશા એક બીજાને ડેટ કરી રહ્યા છે અને તેના કારણે જ શનિયા અને શોએબ અલગ થઇ રહ્યા છે. પરંતુ આ શોના નવા એલાનના કારણે હવે ચાહકોમાં પણ સસ્પેન્સ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે લોકોના મનમાં ઉઠી રહેલા આ સવાલોના જવાબ તો શો શરૂ થયા પછી જ મળી શકશે.

Niraj Patel