શોએબ મલિક પહેલી સાનિયા મિર્ઝા સાથે જોડાયુ હતુ આ ચાર્મિંગ એક્ટરનું નામ, હવે છે બે બાળકોનો બાપ !

ભારતની આ મોટી હસ્તી સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી સાનિયા મિર્ઝાની પણ….હવે છે બે બાળકોનો બાપ !

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા આ દિવસોમાં ઘણી ચર્ચા છે. ચર્ચાનું કારણ સાનિયાનું અંગત જીવન છે. સાનિયાના અંગત જીવનમાં પરેશાનીઓ ચાલી રહી છે. સાનિયા અને તેનો પતિ શોએબ મલિક અલગ થવા જઇ રહ્યા છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, નજીકના મિત્ર દ્વારા એ કન્ફર્મ થઇ ગયુ છે કે, બંને જલ્દી જ છૂટાછેડા લેવાના છે. સાનિયા અને શોએબ અલગ રહી રહ્યા છે. સાનિયા અત્યાર દુબઇમાં છે, ત્યાં શોએબ પાકિસ્તાનમાં છે.

સાનિયાની ક્રિપ્ટિક પોસ્ટો બાદ સ્ટાર કપલના છૂટાછેડાની ખબરોએ જોર પકડ્યુ હતુ. પરંતુ શું તમે જાણો છે કે, પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન પહેલા સાનિયા મિર્ઝાનું નામ બોલિવુડ એક્ટર શાહિદ કપૂર સાથે જોડાયુ હતુ. સાનિયા અને શાહિદના અફેરની ઘણી ચર્ચાઓ થઇ હતી. એવી અફવાઓ હતી કે સાનિયા અને શાહિદ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે, બંનેએ ક્યારેય પણ તેમના રિલેશનશિપની ખબરોને કંફર્મ કરી નહોતી.

પરંતુ સાનિયા મિર્ઝા જ્યારે કરણ જોહરના ટોક શો કોફી વિથ કરણ સિઝન 5માં આવી હતી, ત્યારે તેણે શાહિદ સાથેની ડેટિંગની અફવાઓ પર રિએક્ટ કર્યુ હતુ. કરણ જોહરે સાનિયાને પૂછ્યુ કે, એવું કેવી રીતે થઇ શકે કે તમને ક્યારેક હિંદી ફિલ્મના છોકરાઓએ અપ્રોચ નથી કર્યા ? આ સવાલ પર સાનિયા મિર્ઝાએ જવાબ આપ્યો કે, મારા સાથે આવું ક્યારેય નથી થયું. સાનિયાના જવાબ પર કરણે આગળ પૂછ્યુ કે, તમારા અને શાહિદ વિશે ઘણી ચર્ચાો થઇ.

શું તેમાં સચ્ચાઇ હતી ? આનો સાનિયાએ ઘણો ઇન્ટરેસ્ટિંગ જવાબ આપ્યો હતો. તેણે કહ્યુ હતુ કે, મને યાદ નથી, આ બહુ પહેલાની વાત છે. મારા સાથે આવું નથી થયુ કારણ કે હું વધારે ટ્રાવેલ નથી કરતી. તે બાદ શોના રેપિડ રાઉન્ડમાં જ્યારે સાનિયા મિર્ઝાને પૂછવામાં આવ્યુ કે, રણબીર કપૂર, રણવીર સિંહ અને શાહિદ કપૂરમાં કોની સાથે મેરેજ, હુકઅપ અને કોને કિલ કરવા ઇચ્છીશ ? આ પર સાનિયાએ કહ્યુ કે, રણવીર સિંહ સાથે હુકઅપ, રણબીર કપૂર સાથે લગ્ન અને કિલ શાહિદ કપૂરને કરીશ.

જણાવી દઇએ કે, હવે શાહિદ કપૂર તેમના લગ્નજીવનનો લુપ્ત ઉઠાવી રહ્યા છે. તે બે બાળકોના પિતા પણ બની ચૂક્યા છે. સાનિયા મિર્ઝાની વાત કરીએ તો તેણે સ્પોર્ટ્સની દુનિયાનું મોટુ નામ કમાવ્યુ છે. સ્પોર્ટ્સ સાથે સાનિયા તેના ગ્લેમરસ અવતાર માટે પણ ચર્ચામાં રહે છે. સાનિયાની સિઝલિંગ તસવીરો અને લુક્સ વાયરલ થતા રહે છે.

Shah Jina