આ તારીખે સલમાન સાથે ફેરા લેવાની હતી સંગીતા, આ કારણથી થઇ ના શક્યા લગ્ન
Posted onAuthorCharu ShahComments Off on આ તારીખે સલમાન સાથે ફેરા લેવાની હતી સંગીતા, આ કારણથી થઇ ના શક્યા લગ્ન
ત્રિદેવ, વિષ્ણુદેવ,અને યુંગાઘર જેવી ફિલ્મની અભિનેત્રી સંગીત બિજલાની 9 જુલાઈએ 57 વર્ષની થઇ ગઈ છે. સલમાનખાન સાથે લગ્નની ખબરોને લઈને મોહમ્મ્દ અઝહરુદિન સાથે લગ્ન અને બાદમાં તલાક સુધી ચર્ચામાં રહી છે. સંગીતા બિજલાની તેની કરિયરની સાથે પર્સનલ લાઈફને લઈને પણ હંમેશા ચર્ચામાં રહી છે.
બૉલીવુડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ ઇન્ડિયા સંગીત બિજલાની 9 જુલાઈ 1960ના રોજ મુંબઈમાં જન્મી હતી. નાનપણમાં જ તે ગ્લેમરની દુનિયામાં નામ કમાવવાની ઈચ્છા ધરાવતી હતી. 16 વર્ષની ઉંમરે તેને મોડેલિંગ શરૂ કરી થોડા સમયમાં જ મોડેલિંગની દુનિયામાં નામ બનાવી લીધું હતું. એ સમયે સંગીતાને ‘બિજલી’ના નામથી જાણીતી બની ચુકી હતી.
સંગીતા બિજલાની અને સલમાન ખાન 1986થી એકબીજાને ડેટ કરતા હતા. લગભગ 8 વર્ષ સુધી ડેટ કર્યા બાદ બન્નેના લગ્નની તારીખ પણ આવી ગઈ હતી. અને ત્યાં સુધી કે લગ્નના કાર્ડ પણ છપાઈ ચુક્યા હતા.
જાસીમ ખાનની બુક ‘બીઇંગ સલમાન’ને આ વાતનો દાવો કરવામાં આવ્યો છે. આ વાત સંગીતા એક ઇન્ટરવ્યૂમાં તેના અને સલમાનના લગ્નની તારીખની પૃષ્ટિ કરી હતી. સાથે જ જણવ્યું હતું કે 27 મે 1994ની તારીખ ખુદ સલમાને જ આપી હતી. કારણકે તેના પરિવારમાંથી આ લગ્નની મંજૂરી મળી ચુકી હતી. પરંતુ મારો પરિવાર આ લગ્ન માટે આનાકાની કરી રહ્યો હતો. કારણકે મારો પરિવાર મારી ખુશી ઈચ્છતો હતો.
સંગીતાએ વધુમાં જણાવ્યું હતું કે, લગ્નના એક મહિના પહેલા મને લાગ્યું કે કંઈક ગડબડ છે. અને મે સલમાનને ફોલો કરવાનું ચાલુ કર્યું. ત્યરબાદ મને ખબ પડી કે સલમાન મારા લાયક નથી. સાથે જ મને એવું પણ લાગ્યું કે તે બોયફ્રેન્ડ બનવાને પણ લાયક નથી. કહેવામાં આવતું હતું કે, સલમાનના લગ્નની તારીખ નક્કી થઇ ગયા બાદ પણ સોમી અલી સાથેના સંબંધો વધતા જતા હતા. આ વાત સંગીતાને ખબર પડતા સંગીતાએ લગ્ન તોડવાનું મન બનાવી લીધું હતું.
સંગીતા સલમાનની લાઈફમાં ત્યારે આવી જયારે સલમાન તેની કથિત ગર્લફ્રેન્ડ શાહીન ઝાફરી સાથે ડેટ કરી રહ્યો હતો. સલમાન અને શાહીન હોટેલ સી રોકના હેલ્થ ક્લ્બમાં જતા હતા. અને સંગીતા પણ તેની રેગ્યુલર મેમ્બર હતી. તે સમયે સંગીતા તેના બોયફ્રેન્ડ બિનઝુ અલી સાથે બ્રેકઅપ થવાના કારણે અપસેટ હતી. તેના કારણે તેને કોઈના સહારાની જરૂર હતી. આ દરમિયાન સંગીતની સલમાન ખાન સાથે મુલાકાત થઇ હતી. ધીમે -ધીમે આ મુલાકાત પ્રેમમાં પરિણમી હતી. સંગીત સલમાન કરતા છ મહિના મોટી હતી. પરંતુ ઉંમરનું અંતર તેની લવસ્ટોરીમાં ક્યાંય વચ્ચે આવ્યું ના હતું. સલમાન અને સંગીતાના નજીકી વધી જતા શાહીન ખુદ રસ્તા પરથી હટી ગઈ હતી. શાહીન ઝાફરી સલમાનનો પહેલો પ્રેમ હતી. આ પ્રેમ કહાનીએ સમયની છે જ્યારે સલમાન ખાનની ઉંમર 19 વર્ષની હતી.અને ફિલ્મ સ્ટાર પણ બન્યો ના હતો.તે સમયે સલમાન મુંબઈની સેન્ટ જેવિયર કોલેજમાં બીજા વર્ષમાં ભણતો હતો.
સલમાન સાથે સંબંધ પૂર્ણ કર્યા બાદ સંગીતાએ ક્રિકેટર અઝહરુદીન સાથે લગ્ન કરી લીધા હતા. અઝહરુદીન સંગીતા સાથે લગ્ન કર્યા પહેલા જ શાદીશુદા હતો. તે બે બાળકોનો પિતા પણ છે. સંગીતા માટે અઝહરુદીને તેની પહેલી પત્નીને તલાક આપી દીધા હતા. ત્યારે સંગીતાએ ઇસ્લામ ધર્મ કબૂલ કરી લીધો હતો. ત્યારે સંગીતાએ તેનું નામ આયશા રાખ્યું હતું. સંગીતા અને અઝહરુદીનના સંબંધ પણ વધારો ચાલ્યો ના હતો. બન્નેના 2010માં તલાક થઇ ગયા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.
અક્ષય કુમાર બોલીવુડના તે અભિનેતાઓમાંના એક છે જે કેટલા પણ વ્યસ્ત કેમ ન હોય, પણ પોતાના પરિવાર અને ખાસ મિત્રો માટે સમય કાઢી જ લે છે. હાલના સમયમાં અક્ષય કુમાર ખુબ વ્યસ્ત છે અને એક પછી એક પોતાની આવનારી ફિલ્મોની લગાતાર શૂટિંગ કરી રહ્યા છે. View this post on Instagram #MidWeekBlues anyone, after More..
સના ખાને પતિ માટે ક્યૂટ અંદાજમાં કર્યું બર્થડે વિશ, જુઓ હનીમૂનની નવી નવી તસ્વીરો બોલીવુડને અચાનક જ અલવિદા કહેનારી એક્ટ્રેસ સના ખાન લગ્ન બાદ તેના પતિ મુફ્તી અનસ સાથે કાશ્મીર હનીમૂન માટે પહોંચી છે. કાશ્મીરથી લગાતાર સના ખાન તેની તસ્વીર અને વિડીયો શેર કરી રહી છે. સના ખાન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. સના More..
પ્રિયંકા ચોપરા આજકાલ તેની આગામી ફિલ્મ ‘ ધ સ્કાય ઇઝ પિંક’ ફિલ્મના પ્રમોશન માટે મુંબઈ આવી છે. પ્રિયંકા ચોપરાની લગ્ન બાદ આ પહેલી ફિલ્મ રિલીઝ થાય છે. પ્રિયંકા અને નિકના લગ્ન ગત ડિસેમ્બરમાં જોધપુરમાં થયા હતા. પ્રિયંકા અને નિક ઘણા મૌકા પર એકબીજાને પ્રેમનો ઇજહાર કરતા નજરે પડે છે. હાલમાં જ પ્રિયંકા ચોપરાએ ફિલ્મના પ્રમોશન More..