લેખકની કલમે

સંઘર્સ – ખેડૂત અને ભગવાન ની કહાની,દુષ્કાળમાં પ્રભુએ ખેડૂતને એક તક આપી કે તું ધારે એ મોસમ આપીશ તને

એક વાર એક ખેડૂત પરમાત્મા થી ખુબ રિસાઈ ગયો કયારેક પુર આવી જતું , તો કયારેક દુષ્કાળ પડી જતો , કયારેક ખુબ તડકો પડતો , તો કયારેક વાદળીયું વાતાવરણ થઈ જતું દરેક વખતે કઈક ને કઈક કારણ થી તેનો પાક થોડો ખરાબ થઇ જતો . એક દિવસ તેણે ખુબ થાકી ને પરમાત્મા ને કહ્યું જોવો પ્રભુ , તમે પરમાત્મા છો ,પરંતુ લાગે છે કે તમને ખેતી વિષે કોઈ વધુ માહિતી નથી , એક પ્રાથના છે કે એક વર્ષ મને તક આપો , જેમ હું ઈચ્છું તેવો મોસમ આવે પછી તમે જોજો હું કેમ અન્ન નો ભંડાર ભરી દઈસ . પરમાત્મા મંદ હસ્યા અને કહ્યું ઠીક છે, જેમ તને ઠીક લાગે તેમજ મોસમ આપીશ , હું વચ્ચે દખલ નહિ કરું .
ખેડૂત એ ઘઉં નો પાક વાવ્યો , જયારે તડકો માંગ્યો તડકો મળ્યો , જયારે પાણી માંગ્યું પાણી મળી ગયું . ખુબ તડકો , આગ , પુર , તોફાન ને તો તેણે આવવા જ ના દીધા . સમય ની સાથે પાક મોટો થયો અને ખેડૂત ની ખુશી નો પાર ના રહ્યો કારણ કે આવો પાક આજ સુધી માં કયારેય પણ નહતો થયો . ખેડૂત મન માં વિચારવા લાગ્યો કે હવે પરમાત્મા ને ખબર પડશે કે કેમ પાક ની વાવણી કરવી જોયે , બેકાર માં આટલા વર્ષ અમને ખેડૂતો ને હેરાન કરતા રહ્યા .
પાક લણવા નો સમય આવ્યો ખેડૂત ખુબ ગર્વ સાથે પાક લણવા નો હતો , પરંતુ જેવું તે પાક ઉપાડવા ગયો , એક દમ છાતી પર હાથ રાખી બેસી ગયો ! અરે આ શું ઘઉં ની એક પણ બાલી ની અંદર ઘઉં નહતા , બધી બાલી અંદર થી ખાલી હતી , ખુબ દુ:ખી થઇ ને તેણે પરમાત્મા ને કહ્યું , પ્રભુ આ શું થયું ?
ત્યારે પરમાત્મા બોલ્યા –
એતો થવાનું જ હતું , તે છોડવા ને સંઘર્ષ કરવાનો જરા પણ મોકો ના આપ્યો . ના ખુબ તાપ માં તપવા દીધા , નતો તોફાન થી લડવા દીધા , તેને કોઈ પણ પ્રકાર ની મુશ્કેલી નો અહેસાસ ના થવા દીધો , એટલા માટે બધા છોડ ખોખલા રહી ગયા , જયારે આંધી આવે છે , ખુબ વરસાદ થાય છે , તાપ લાગે છે ત્યારે છોડ પોતાનું અસ્તિત્વ બચાવા સંઘર્ષ કરે છે અને તે સંઘર્ષ થી જે બળ જન્મે તે જ તેને શક્તિ આપે છે , ઉર્જા આપે છે , જેના લીધે તેની અંદર નવા બીજ જન્મે છે .તે જ રીતે જીવન માં જો સંઘર્ષ ના હોઈ , મુશ્કેલી ના હોઈ તો માણસ ખોખલો જ રહી જાય છે , તેની અંદર કોઈ ગુણ નથી આવતા ! એ મુશ્કેલી જ છે જે માણસ ની અંદર ઉર્જા જન્માવે છે તેને જીવવા નો , કઈક કરી બતાવા નો ધ્યેય આપે છે , દરેક દિવસ એક નવું કામ આપે છે , વિચારો જો આ બધું ના હોય તો જીંદગી કેવી હોય .એટલા માટે મુશ્કેલી થી ગભરાવ કે ભાગો નહિ પરંતુ તેનાથી કઈક નવું શીખવા ની કોશીશ કરો . જેમ સોનું આગ માં તપીને કુંદન બને છે એમજ મુશ્કેલી માં પોતાની જાત ને તપાવો , પછી જોવો તમારી સામે તે વ્યક્તિત્વ આવશે જેને આખી દુનિયા સલામ કરશે.લેખક: Vishal Singdiya

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.