લેખકની કલમે

સંઘર્ષ એક સ્ત્રીનો – જેને કુદરતે માં બનવાનો મોકો જ ન આપ્યો છતાંય માં-બાપએ દીકરી માટે છોકરો શોધવાનું શરુ કર્યું અને….

સવાર પડી સુરજ ઊગ્યો અને સૂર્ય નું પહેલું કિરણ આવી ગયું આંગણામાં. કિરણ નું આ ઘર હતું . કિરણ એક સુંદર છોકરી હતી. એના સૌંદર્યમાં કુદરતની કળા છલકાતી હતી. ઘરના દરેક કામમાં ખુબ જ ઝડપ , બધું જ કામ ખૂબ જ ઓછા સમયમાં અને બહુ જ સારી રીતે કરી શકતી. 30 લોકોનો ખાવાનું બનાવવાનું હોય , તો પણ સહેજ પણ ચિંતા કર્યા વગર ખૂબ જ ઝપાટાભેર ૩૦ લોકો માટેનું સ્વાદિષ્ટ ભોજન તૈયાર હોય. કિરણને ચાર બહેનો અને ત્રણ ભાઇ હતા એમાં કિરણ નો ચોથો નંબર હતો. આટલાં બધાં ગુણો સાથે જ જન્મેલી કિરણને ક્યાંક કુદરતે એક કલંક પણ આપ્યું હતું.


સ્ત્રી માટેનું સૌથી મોટું સુખ એ મા બનવાનું હોય છે અને અને કિરણ માં બની શકે એમ ન હતી. કિરણને ગર્ભાશય ન હતું. સ્ત્રી માટે આનાથી મોટી સજા શું હોઈ શકે?.

બધા જ ભાઈ બહેનનાં મૅરેજ થઈ ચૂક્યા હતા અને દરેકની ધ્યાન સંતાનો પણ હતાં. વાત ચાલી રહી હતી લગ્નની કિરણ માટે.
કિરણ ના નાનાભાઈ અને નાની બહેન ના પણ લગ્ન થઈ ચૂક્યા હતા હજી સમજવાળા પ્રશ્નો પૂછી રહ્યાં હતાં. કે કિરણ માટે ક્યારેય શોધવાનું છે. આ પ્રશ્નના જવાબ આપતાં માતા-પિતા ખૂબ મૂંઝાતા હતા.

કુદરતે કિરણને મા બનવાનો કોઈ જ મોકો આપ્યો ન હતો. કેટલા લોકોને માતા-પિતા જવાબ આપે કે માતા પિતા માટે કોઈ દીકરીએ થોડું ભારણ છે ? પરંતુ સમાજ અને કુટુંબના દબાણ હેઠળ માતાપિતાએ પોતાની ઇચ્છા ન હોવા છતાં પણ દીકરી માટે શોધવાનું શરુ કર્યું.

જે છોકરાઓને સાથે કિરણની મીટિંગ થતી એમને એ જણાવવું ખૂબ અગત્યનું હતું કે કિરણને ગર્ભાશય નો પ્રોબ્લેમ હતો. સત્ય ખરેખર કડવું હોય છે એની કિરણને અનુભૂતિ થાય એ વાત જાણ્યા પછી દરેક છોકરાએ એને ના પાડવાનું શરૂ કર્યો. જ્યારે કુદરતની ભૂલને લીધે પોતાની સહન કરવાનું થાય ત્યારે કોઇપણ માણસ અંદરથી તૂટી જાય છે. પણ કિરણ કંઈક અલગ માટીની બનેલી હતી. ભગવાનની ભૂલો કાઢવાને બદલે એ ભૂલોને પોતાનું ભાગ્ય બનાવી દીધુ એવામાં કુટુંબના એક વ્યક્તિએ છોકરો બતાવ્યો.

સમાજનાં દબાણમાં આવીને કિરણે એક છોકરાને હા પાડી અને એ છોકરાએ પણ કિરણને હા પાડી પરંતુ એ છોકરાના પહેલેથી જ લગ્ન થઈ ચૂક્યા હતા એ છોકરાની પત્ની મરી ચૂકી હતી અને પોતાના એક ચાર વર્ષનાં સંતાન સાથે એક કિરણ જોડે લગ્ન કરવા માટે તૈયાર થયો હતો. તેની ઉંમર કિરણ કરતાં દસ વર્ષ મોટી હતી રૂપ-રૂપનો અંબાર એવી કિરણ જોડે આવા માણસની લગ્ન થવું ક્યાંકને ક્યાંક કિરણ માટે મન મનાવવા ની વાત હતી.

અને સમયસર લગ્ન તો થઈ ગયા પરંતુ લગ્ન એક week પણ ચાલી ના શક્યા કારણ કે પુરુષ જ્યાં સુધી સ્ત્રીને પત્નીનો દરજ્જો ન આપે ત્યાં સુધી એ ઘરમાં કોઈ જ મહત્વ રહેતું નથી. કારણ એવું હતું કે પોતાની મૃત્યુ પામેલી પત્નીને એ છોકરો ભૂલી શક્યો ન હતો અને પોતાની મજબૂરીથી કરેલા લગ્ન હોવાને કારણે હવે . કિરણને પૂરતો પ્રેમ આપી શકે તેમ ન હતા. પણ આમાં કિરણનું પણ શું વાંક હતો? સંસારિક જીવન ચાલવું ખરેખર ખૂબ મુશ્કેલ હતું. એકબીજા સાથે ખાલી રહેવા ખાતર રહેતા હોય એ રીત ૧ વીક સુધી સાથે રહ્યા. બસ આ વીક હતો.તેમના લગ્ન જીવનનો છેલ્લું week. કિરણ તેમના માતા-પિતાને ત્યાં ચાલી ગઈ. કિરણ ના ત્રણ ભાઈઓ પરણેલા હતા . ત્રણ ભાઈઓ અને ભાભી ત્રણ ભાઇ અને ભાભી હોવા છતાં એક માતા-પિતા તેમનાથી સચવાતાં ન હતા એટલા માટે કિરણે પોતાની આ જવાબદારી પોતાના માથે લીધી દીકરી મટીને એક દીકરો બની ચૂકી હતી. આજ તો ખાસિયત છે છોકરીઓની. પરિસ્થિતિ ગમે તેવી હોય , હિંમત હાર્યા વગર , સહેજ પણ ડર્યા વગર એ પરિસ્થિતિનો સામનો કરી શકે એવી તાકાત કુદરતી એમનામાં આપેલી છે.

કિરણને મા-બાપને સંભાળવાની જવાબદારી પોતાના શિરે લઈ લીધી હતી. કિરણ કિરણ મટીને કળિયુગનો શ્રવણ બની ચૂકી હતી. તે લોકોના ઘરે કામકાજ કરીને ઘરનું ગુજરાન ચલાવતા થઈ ગઈ. નાના-નાના કામોને નાનું-નાનું વળતર હતુ પણ છતા ખૂબ પરિશ્રમ કરીને દિવસ-રાત એક કરી અને મહેનત કરી
કારણકે આ મહેનત કિરણના પોતાના માટે નહીં પણ એના માબાપ માટેની હતી.


કિરણ ચોક્કસપણે કહેતી કે મેં જિંદગીને ખૂબ નજીકથી જોઈ છે દરેક નવી રાત પછી સવારને મેં જોઈ છે ગમે તેટલી દુઃખી ભલે હું છું છતાં ..મારા મા-બાપ માં જ મેં મારી જિંદગીને જોઈ છે.

કિરણ એક કળિયુગના કર્ણ બનીને માબાપને જ પોતાનો ધર્મ બનાવી ચૂકી હતી.

ખરેખર ગમે તેવી પરિસ્થિતિમાં હિંમત હારેલાં લોકો માટે કિરણ એક સરસ દાખલો છે. કિરણ એ ગેરંટી આપી કે એકલી દેખાઉ છું પણ એકલી હું નથી .. માબાપ મારી સાથે છે હવે હારનારી હું નથી..

​​લેખક – નિરાલી હર્ષિત

Author: Nirali Harshit GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks