ફિલ્મી દુનિયા

બોલિવૂડને વધુ એક મોટો ઝટકો, આ ઘરે ઘરે ફેમસ થયેલી એક્ટ્રેસનું ગંભીર બીમારીથી થયું નિધન

છેલ્લા કેટલાક સમયથી બોલીવુડ અને મનોરંજન જગતમાંથી સતત ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. થોડા મહિનામાં જ ઘણા કલાકારોએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. આ વચ્ચે ટીવી ઇન્ડસ્ટ્રીઝથી દુઃખદ ખબર સામે આવી છે.

Image source

સીરીયલ ‘ઇસ પ્યાર કો ક્યાં નામ દૂ’ ની એક્ટ્રેસ સંગીતા શ્રીવાસ્તવનું પણ નિધન થયું છે. તેને Vasculitis નામની બીમારી સામે લડી રહી હતી. સંગીતાને સારવાર માટે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સંગીતા ‘ઇસ પ્યાર કો ક્યાં નામ દૂ’ સિવાય  ‘થપકી પ્યાર કી’ અને ‘ભંવર’ જેવી સીરિયલમાં નજરે આવી હતી.

જણાવી દઇએ કે, 5 ઓગસ્ટે ‘ઇસ પ્યાર કો ક્યાં નામ દૂ’ ના એક્ટર સમીર શર્માએ પણ આ દુનિયાને અલવિદા કહ્યું હતું. સમીર તેના મુંબઇ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ સિવાય ઘણા ટીવી સિતારાઓએ આ દુનિયાને અલવિદા કહી દીધી હતી.

Image source

આ સિવાય બોલીવુડના પણ દિગ્ગ્જ એક્ટરોએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. જેમાં ઋષિ કપૂર, સાજીદ ખાન, સુશાંત સિંહ રાજપૂત સહીત ઘણા કલાકારોનો સમાવેશ થાય છે. સરેરાશ જોવા જઈએ તો 2020નું વર્ષ ખરાબ રીતે વીતી રહ્યું છે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray:

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.