ઇન્ટરનેટ પર છવાઇ સલમાન ખાનની શર્ટલેસ તસવીર, દબંગ ખાનની એક્સ ગર્લફ્રેન્ડથી ન રહેવાયું અને એવું કર્યું કે

ભાઈજાનને કપડા વગર જોઇ બેકાબૂ થઇ એક્સ ગર્લફ્રેન્ડ, કર્યુ આ કામ- જુઓ

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન ફિટનેસ ફ્રીક છે. તે એક્ટિંગ ઉપરાંત તેમની દમદાર બોડીને લઇને પણ ચર્ચામાં રહે છે. 55 વર્ષિય સલમાન ખાન ફિટનેસ મામલે યંગ અભિનેતાઓને પણ માત આપે છે. સલમાન ખાને હવે તેમની એક નવી તસવીર સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે શર્ટલેસ જોવા મળી રહ્યા છે. આ તસવીર એવી હતી કે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સંગીતા બિજલાની પણ કમેન્ટ કરવાથી ના રોકી શકી.

સલમાન ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટો શેર કર્યો છે જેમાં તે શર્ટલેસ જોવા મળી રહ્યો છે. તેણે ટોપી પહેરી છે. ફોટો પોસ્ટ કરતા સલમાને કેપ્શનમાં લખ્યું, ‘આ બીઇંગ હ્યુમનની કેપ સારી છે ને? તસવીરમાં સલમાન ખાન તેના સિક્સ પેક એબ્સ ફ્લોન્ટ કરતો જોવા મળી રહ્યો છે. સલમાનના આ ફોટો પર એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ પ્રતિક્રિયા આપી છે. તેણે કોમેન્ટ સેક્શનમાં ફાયર ઈમોજી શેર કર્યું છે.

સલમાન ખાનના ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી. સલમાન ખાનના આ ફોટોને 10 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અને સંગીતા બિજલાની 90ના દાયકામાં એકબીજાને ડેટ કરતા હતા. બંને લગ્ન પણ કરવાના હતા, પરંતુ કોઈ કારણોસર તે થઈ શક્યું નહીં. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન છેલ્લે ફિલ્મ ‘એન્ટીમઃ ધ ફાઈનલ ટ્રુથ’માં જોવા મળ્યો હતો.

આ ફિલ્મમાં તેણે તેના જીજાજી આયુષ શર્મા સાથે સ્ક્રીન શેર કરી હતી. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને ક્રિટિક્સે પણ તેની ખૂબ પ્રશંસા કરી હતી. આ દિવસોમાં સલમાન ફિલ્મ ‘ટાઈગર-3’ને લઈને ચર્ચામાં છે. આ સિવાય તેણે તાજેતરમાં ‘બજરંગી ભાઈજાન’ની સિક્વલની પણ જાહેરાત કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

Shah Jina