63 વર્ષની ઉંમરે પણ ગજબ લાગે છે સલમાનની આ એક્ટ્રેસ, હોટ અંદાજમાં પહોંચી ફર્રેની સ્ક્રિનિંગમાં

સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડનો હોટ અંદાજ, લોકો બોલ્યા- પૈસા હોય તો શું ના થઇ શકે ?

સંગીતા બિજલાની, જેને ખબર નથી તેને જણાવી દઇએ કે તે 63 વર્ષની છે અને આ ઉંમરમાં પણ તે એટલી હોટ અને બોલ્ડ લાગે છે કે કોઈનું પણ દિલ તેના પર આવી જાય. હાલમાં જ સંગીતા બિજલાનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમે ચોંકી જશો. આ ઉંમરે પણ સંગીતા બિજલાની કોઇ 25 વર્ષની છોકરીથી કંઇ કમ નથી લાગતી.

ફ્રન્ટ સાઇડથી ખુલ્લા ડ્રેસમાં સંગીતા ખૂબ જ હોટ લાગી રહી છે અને આ સાથે તેણે નીચે શોર્ટ સ્કર્ટ કેરી કર્યો છે. સંગીતાનો આ વીડિયો વાયરલ થતાની સાથે જ લોકો અનેક કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું, તમે તમારી જાતને કેવી રીતે જાળવી રાખો છો, એ તેના પર નિર્ભર કરે છે.” બીજાએ કહ્યું, ”તમારી પાસે પૈસા હોય તો શું ના થઇ શકે ? બાબુ ભૈયા.” ત્યાં અન્ય એકે લખ્યું, અનિલ કપૂર સાથે ફિલ્મ બનાવવી તો બને જ છે.

જણાવી દઈએ કે સંગીતા બિજલાનીનું સલમાન ખાન સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે. એક સમય એવો હતો જ્યારે બંને લગ્ન કરવાના હતા પરંતુ પછી એ ન થયું. જો કે, બંને ઘણા અવસર પર એકસાથે જોવા મળે છે. લગભગ 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેનો સંબંધ તૂટી ગયો હતો પણ બંને આજે પણ સારા મિત્રો છે.

સંગીતાએ સલમાન ખાનને છોડ્યા બાદ 14 નવેમ્બર, 1996ના રોજ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા હતા. જો કે, થોડા વર્ષો સુધી સાથે રહ્યા પછી બંને 2010માં અલગ થઈ ગયા. સંગીતા હવે સિંગલ છે અને તેના જીવનનો આનંદ માણી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina