મીની સ્કર્ટમાં દિવ્યા ખોસલા કુમારે ચાહકોને કર્યા પાગલ તો સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડે વરસાવ્યો કહેર

61 વર્ષની સિંગલ કે 34 વર્ષની માતા, મિની સ્કર્ટમાં કોણે આપી હુસ્નથી માત ? 7 તસવીરો જોઈને તનબદનમાં આગ લાગી જશે

એક વાત તો સ્વીકારવી જ રહી કે બીટાઉનની હસીનાઓ ભલે જુવાન હોય કે વૃદ્ધ, પણ તેમની ફેશન સેન્સ હંમેશા જબરદસ્ત હોય છે અને તેઓ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. તેનું ઉદાહરણ ફરી એકવાર જોવા મળ્યું છે. હાલમાં આવું જ જોવા મળ્યુ જયાં એક તરફ 34 વર્ષની દિવ્યા ખોસલા કુમારે શિમરી શોર્ટ સ્કર્ટ પહેરીને પોતાની સુંદરતાથી લોકોને ઘાયલ કર્યા હતા, તો બીજી તરફ 61 વર્ષની સંગીતા બિજલાનીએ આ ટ્રેન્ડી સ્કર્ટ પહેરીને ફિલ્મ અંતિમના પ્રીમિયરમાં હાજરી આપી હતી.

સંગીતા બિજલાનીના લુકની વાત કરીએ તો, તેણે પ્રીમિયર માટે સિક્વિન-વર્ક કરેલ મીની સ્કર્ટ પહેર્યો હતો, જે તેના સ્લિમ ફિગર માટે એકદમ પરફેક્ટ હતો. અભિનેત્રીનો આ સ્કર્ટ ખૂબ જ સ્ટાઇલિશ હતો. સંગીતાએ આ સ્કર્ટ સાથે વેલ્વેટ ટોપ મેચ કર્યું હતું. આ ટોપમાં ડીપ નેકલાઇન હતી, જે લુકમાં તેને જબરદસ્ત બોલ્ડ લુક આપતી હતી. આ ગ્લેમરસ લુક સાથે સંગીતા બિજલાનીએ સફેદ સ્નીકર્સ પહેર્યા હતા.

દિવ્યા ખોસલા કુમાર થોડા દિવસો પહેલા આવા જ લુકમાં જોવા મળી હતી. તેણે ગોલ્ડન સિક્વિન વર્કનો મિની સ્કર્ટ પહેર્યો હતો, જેમાં તે તેના સ્લિમ લેગને જબરદસ્ત રીતે ફ્લોન્ટ કરી રહી હતી. દિવ્યાએ બ્લેક ક્રોપ્ડ ટોપ પહેર્યું હતું જેમાં ટોચ પર ફેધર ડિટેલિંગ હતું. આ લુકમાં દિવ્યા ખોસલા કુમાર કે જે એક બાળકની માતા છે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આ દિવસોમાં દિવ્યા ખોસલા કુમાર તેની ફિલ્મ સત્યમેવ જયતે 2ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે જોન અબ્રાહમ છે. 2004માં ફિલ્મ ‘અબ તુમ્હારે હવાલે વતન સાથી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર દિવ્યાએ અભિનેત્રી અને દિગ્દર્શક તરીકે ઘણા મ્યુઝિક વીડિયો અને અન્ય પ્રોજેક્ટ કર્યા છે. તે ટી-સિરીઝના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમારની પત્ની છે.

દિવ્યા ખોસલા કુમાર ટૂંક સમયમાં ફિલ્મ સત્યમેવ જયતે 2 માં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે. આ ફિલ્મમાં દિવ્યા ખોસલા એક્ટર જોન અબ્રાહમ સાથે રોમાન્સ કરતી જોવા મળશે. 17 વર્ષ પછી, દિવ્યા ખોસલા ફરી એકવાર સત્યમેવ જયતે 2 સાથે અભિનયની દુનિયામાં પ્રવેશ કરી રહી છે. જો કે, આ વર્ષોમાં, અભિનેત્રીએ બોલિવૂડને બિલકુલ છોડ્યું ન હતું.

દિવ્યાએ ડાયરેક્ટર તરીકે યારિયાને રિલીઝ કરી. તો ક્યારેક તે રણબીર કપૂરની ફિલ્મ રોયના પ્રોડ્યુસર તરીકે જોવા મળી હતી.આ સિવાય દિવ્યા ઈન્ડસ્ટ્રીમાં સતત એક્ટિવ રહી. કદાચ આ જ કારણ છે કે ચાહકો આજે પણ તેની સ્ટાઈલ પર મરે છે અને તેને એક્ટિંગ કરતી જોવા માટે ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.

ત્યારે હવે અભિનેત્રી સંગીતા બિજલાનીના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેણે ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા હતા અને તેણે 2010માં છૂટાછેડા લીધા. એક સમય એવો હતો જ્યારે સંગીતા સલમાન ખાન સાથે રિલેશનશિપમાં હતી. પરંતુ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. સંગીતા બિજલાનીએ ત્રિદેવ, હાતિમ તાઈ, યોદ્ધા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Shah Jina