જાણવા જેવું દિલધડક સ્ટોરી નીરવ પટેલ પ્રેરણાત્મક રસપ્રદ વાતો લેખકની કલમે

શું તમે પણ કોઈ ખરાબ સંગતમાં તો નથી ને? આ વાર્તા તમને એક મોટો બોધ આપશે, તમારી ભૂલ તમને સમજાઈ જશે, અત્યારે જ વાંચજો

યુવાનીનો સમય ક્યાં વીતી જાય છે કોઈને ખબર નથી હોતી, બાળપણમાં જે સપના જોયા હોય એ સપનાઓ દરેક વ્યક્તિ પોતાના યુવાનીકાળમાં પુરા થાય એમ ઈચ્છે છે પરંતુ જીવનમાં એટલો સંઘર્ષ આવે છે કે આપણે પણ આપણા એ સપનાઓને ભૂલી નવા સપના બનાવી એને જ પુરા કરવા પ્રયાસ કરીએ છીએ.

Image Source

જીવનમાં જો સફળતા મેળવવા માંગતા હોય તો તે તમે કેવા વ્યક્તિનો સંઘ કર્યો છે તેના પર ઘણું બધું નિર્ભર કરે છે. વિભીષણ રાવણનો ભાઈ હોવા છતાં પણ તેને પ્રભુ શ્રી રામના શરણમાં રહેવાનું વિચાર્યું જેના કારણે તે વિનાશથી બચી શક્યો જયારે રાવણ સાથે રહેલા બીજા લોકો પણ મૃત્યુને ભેટ્યા હતા. એમ જ જીવનમાં ઘણીવાર આપણે પણ કેટલાક એવા રાવણ જેવા વ્યક્તિઓની સંગતમાં પડી અને પોતાનું જીવન એક અંધકારમાં ધકેલી દેતા હોઈએ છે, જયારે ઘણા રાવણ જેવા લોકો પણ સારી સંગતમાં આવીને પોતાનું જીવન બદલી પણ નાખતા હોય છે અને તેના કારણે જ આપણે ત્યાં કહેવાયું છે કે “સંગ એવો રંગ”.

આજે હું તમને એવી જ એક વાર્તા સંભળાવીશ જેના દ્વારા તમે સાચા અને ખોટા સંગની શું અસર થાય છે તે સમજી શકશો.

Image Source

એક નગર હતું તેમાં એક મોટા સાધુ એ નગરમાં ભિક્ષા માંગવા માટે આવ્યા, નગર એકદમ સમૃદ્ધ, દરેક ઘરમાં કોઈ ખોટ જોવા ના મળે, લોકો શાંતિથી પોતાનું જીવન વિતાવતા. સાધુ મહારાજ પોતાના એક શિષ્ય સાથે એ ગામમાં પ્રવેશ્યા અને દરેક ઘરે જઈને ભિક્ષા માંગવા લાગ્યા.

Image Source

ભિક્ષા માંગતા માંગતા તેઓ ગામના છેવાડે આવેલા કસાઈવાડામાં પહોંચી ગયા, ત્યાં પણ તેમને ઘણા ઘરમાંથી ભિક્ષા મળી. ચાલતા એક કસાઈની દુકાન આગળથી તે સાધુ પસાર થયા, કસાઈની દુકાને એક પોપટ પાંજરાંમાં રાખેલો હતો. તેનો અવાજ સાધુ અને તેના શિષ્યને સંભળાયો.

“કાટ ડાલો ઇસે, ઇસકી બોટી બોટી નિકાલ દો, કાટ ડાલો ઇસે…”  પોપટનું આમ બોલવું સાંભળી સાધુનો શિષ્ય ખુબ જ અચંબા પડી ગયો પરંતુ તેને સાધુને કઈ પૂછ્યું નહિ, થોડે આગળ પોહોચીને એક બીજા કસાઈના ઘરમાં પણ એ પ્રકારનો જ પોપટ હતો, પરંતુ આ પોપટ ખરાબ ગાળો બોલી રહ્યો હતો, આ સાંભળીને પણ શિષ્યને નવાઈ લાગી, તે પહેલી જ વાર આ રીતે સાધુ પાસે ભિક્ષા મંગાવા માટે આવ્યો હતો. આ વખતે પણ તેને સાધુને કઈ ના પૂછ્યું, સાધુ પોતાની મસ્તીમાં જ ભજન ગાતા ગાતા આગળ ચાલી રહ્યા હતા.

Image Source

ગામના બીજીએ છેવાડે જયારે ગુરુ શિષ્ય પહોંચ્યા ત્યારે ત્યાં કેટલાક સાહુકારના અને ધાર્મિક લોકોના ઘર જોવા મળ્યા, સાધુ અને શિષ્ય એક ઘર પાસે પહોંચ્યા ત્યારે ત્યાં પણ એક પોપટ હતો સાધુ મહારાજને જોઈને પોપટ કહેવા લાગ્યો:
“સાધુને મારા પ્રણામ, આપણા દર્શન પામી હું ધન્ય થઇ ગયો, આપ બિરાજો, મારા મલિક આપના આશીર્વાદ પામીને ખુશ થશે.” પોપટનું આમ બોલવું સાંભળીને સાધુ મહારાજ તેના પર પ્રસન્ન થયા, શિષ્યને પણ આ પોપટની વાણી ખુબ ગમી. પછી સાધુ આગળ બીજા એક ઘર પાસે ગયા ત્યાં પણ એક પોપટ હતો અને એને પણ મધુર વાણીમાં સાધુ અને તેમના શિષ્યનું સ્વાગત કર્યું. આ સાંભળીને શિષ્ય પણ ખુબ જ પ્રસન્ન થયો.

Image Source

પરંતુ શિષ્યના મનમાં પ્રશ્ન જાગી રહ્યા હતા કે પોપટ તો બંને જગ્યાએસરખા જ હતા , અને એ તો પક્ષી છે છતાં પણ બંનેની વાણીમાં આટલો ફરક કેવી રીતે? ગામમાંથી બહાર નીકળી જયારે સાધુ અને શિષ્ય આશ્રમ તરફ જઈ રહ્યા હતા ત્યારે શિષ્યએ સાધુને પોતાના મનની મૂંઝવણ વ્યક્ત કરી ત્યારે સાધુએ જવાબ આપ્યો:

“શિષ્ય આ બધી  અસર છે, કસાઈવાડામાં રહેલા પોપટ તેના મલિક અને આસપાસના વાતાવરણના કારણે તેમના જેવું જ બોલતો થઇ ગયો અને સજ્જનોના ઘરે રહેલો પોપટ , તેના મલિક અને આસપાસના ભક્તિમય વાતાવરણના કારણે તેમના જેવો જ બની ગયો. જેની સંગતમાં જે ભલે છે તેના જેવો રંગ પણ તેને ચઢે છે, પોપટને પણ ખરાબ સંગતની અસર ખરાબ થઇ ત્યારે સારા સંગતમાં એ પણ સારા સંસ્કાર શીખ્યો, માણસનું પણ એમ જ છે. માણસ પણ જો સારી સંગતમાં ભળે તો તેનામાં પણ સારા સંસ્કાર આવે છે, એની ખરાબ સંગતમાં ભળી જાય તો તેનું દુષ્પરિણામ પણ તેને સમય જતા ભોગવવું જ પડે છે.

Image Source

આપણા જીવનમાં પણ આ પોપટ જેવું જ હોય છે, ઘણીવાર આપણે પણ એવી ખરાબ સંગતમાં ભળી જઈને ખરાબ આદતોને અપનાવી લેતા હોય છે, આપણા યુવાનીના સમયને એમાં જ વેડફી પણ દેતા હોઈએ છીએ જયારે ઘણા લોકો સારી સોબતમાં ભળી અને જીવનમાં સફળ પણ થઈ જતા હોય છે. ત્યારે ખરાબ સંગતમાં ભળેલા લોકોને છેલ્લે અફસોસ કરવા સિવાય અને પછતાવવા સિવાય કોઈ રસ્તો પણ બાકી નથી રહેતો.
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.