રસોઈ

બાળકોનાં ટિફિન માટે અથવા બ્રેકફાસ્ટ માત્ર બનાવો આ સ્પેશિયલ સેન્ડવિચ

આ મોસમમાં સેન્ડવિચનો બ્રેકફાસ્ટ અથવા તો બાળકોનાં ટિફિનમાં ભરવી એ બેસ્ટ આઇડિયા રહેશે. સેન્ડવિચ એ એવી વસ્તુ છે જેનો ટેસ્ટ બારેય મહિના સદાબહાર જ રહે છે જો તમે ખાવાના શોખીન હોય તો તમને આ સ્વાદિષ્ટ સેન્ડવિચ જરૂર પસંદ પડશે. . એટલું જ નહીં, જો બાળકો ટિફિનમાં જો આ આપવામાં આવશે તો, ટિફીન 100 ટકા ખાલી જ પાછા આવશે. આ સેન્ડવિચ ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ છે. તો ચાલો જોઈએ આ સ્વાદિષ્ટ સેંડવીચ બનાવવાની યોગ્ય રીત.

સામગ્રી :

 • 6 સ્લાઇસ સેન્ડવીચ બ્રેડ,
 • 1 , ઝીણું સમારેલું બીટ,
 • 1 , ગાજર,
 • 4-5 પાંદડા, કોબીજના,
 • ¼, કપ ફૂદીના ચટણી,
 • 1, મધ્યમ કદ નાની કાકડી,
 •  1 કપ, મેયોનેઝ,
 • સ્વાદ અનુસાર મીઠું,
 • જરૂર મુજબ મરી પાઉડર,
 • 2 ચમચી, સૂકા ઇટાલિયન હર્બ મિક્સ (સરળતાથી બજારમાંથી મળશે)
 •  6 ચમચી, નમકીન બટર

રીત :

સૌ પ્રથમ, ગાજરની છાલ ઉતારવી અને એને ખમણીની મદદ લઈને છીણવું. હવે એક ભાગ મેયોનેઝ, છીણેલું ગાજર, મીઠું, મરી પાઉડર અને અડધો ચમચી સૂકા ઇટાલિયન હર્બ મિક્સને એક વાસણમાં સારી રીતે મિક્સ કરીને થોડીવાર ફ્રીઝમાં મૂકો

બીટરૂટને માઇક્રોવેવમાં 3-4 મિનિટ માટે મૂકો. થોડીવારમાં જ બીટ એકદમ સરસ બફાઈ જશે પછી એને માઇક્રોવેવમાંથી બહાર કાઢીને ઠંડુ થાય પછી ઝીણું સમારો. તે પછી મેયોનેઝ, મીઠું, મરી પાઉડર અને અડધો ચમચી સૂકા ઇટાલિયન હર્બ મિક્સને એક વાસણમાં સારી રીતે મિક્સ કરીને થોડીવાર ફ્રીઝમાં મૂકો.

હવે સેન્ડવીચ બનાવવાનું શરૂ કરો. પ્રથમ, સેન્ડવીચ બ્રેડ લો અને તેના પર એક ચમચી માબટર લગાવી આખી બ્રેડ ઉપર સ્પ્રેડ કરો. અને એના ઉપર બીજી બ્રેડ મૂકી હળવેથી દબાવો.

હવે આવી જ રીતે બીજી બ્રેડ લઈને એના પર બીટરૂટની તૈયાર પેસ્ટ મૂકી બીજી બ્રેડ લઈને એના પર મૂકી દબાવો.તો તૈયાર છે અલગ અલગ ટેસ્ટની એકસાથે બે બે સેન્ડવિચ. ગરમા ગરમ ચા કે કોફી સાથે સર્વ કરો.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ