દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

ફક્ત 2 લાખથી શરુ કર્યો આ ધંધો, આજે કરોડોમાં છે કમાણી છે. વાંચો કઈંક નવું શીખવા મળશે

આપણે એવી દુનિયામાં રહીએ છીએ કે જ્યાં આપણે લોકોને તેમના કપડાં પરથી જજ કરીએ છીએ. જો કોઈને પણ પ્રભાવિત કરવાની વાત હોય કે કોઈની સામે ખૂબ જ સારી ઇમ્પ્રેશન પાડવાની હોય તો આપણે કડક ઇસ્ત્રીવાળા કપડાં પહેરીને જઈએ છીએ, એટલે કે આવી સ્થિતિમાં કપડાંનો રોલ ઘણો મહત્વનો બની જાય છે. પછી ભલે એ બાળક હોય કે સ્ત્રી હોય કે પુરુષ, દરેક વ્યક્તિને સાફ અને ઇસ્ત્રીવાળા કપડાં પહેરવા ગમે છે.

Image Source

જો કે દરેક વ્યક્તિને પોતાના ધોબી પાસેથી કોઈને કોઈ ફરિયાદ હોય જ છે. ઘણીવાર સરખી રીતે કપડાંની સફાઈ ન કરવા બાબતે તો કયારેક કપડાંને ઇસ્ત્રીથી દઝાડી દેવા માટે આપણી ધોબી સાથે બોલાચાલી થઇ જ જાય છે. ત્યારે આવા સમયે એક દિવસ સંધ્યા નામ્બિયારને પણ એક દિવસ આવી જ એક સમસ્યા નડી હતી, એક દિવસ ચેન્નઈમાં ઘરે બેઠા તેને લોન્ડરી સર્વિસ ન મળી તો તેને નક્કી કરી દીધું કે તે આ જ ક્ષેત્રમાં કરિયર બનાવશે. અને પછી એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં એચઆરની નોકરી છોડીને તેને પ્રેસ કરવાનું કામ શરુ કર્યું.

સંધ્યા નામ્બિયારે સામાન્ય માણસને આવી જ તકલીફોથી છુટકારો અપાવવા માટે 2017માં ઈસ્ત્રીપેટીનો પાયો મુક્યો હતો. અહીં કપડાંને ગ્રાહકોના દિશાનિર્દેશન અનુસાર, ખૂબ જ સાવધાની પૂર્વક ધોવામાં આવે છે. ઈસ્ત્રી કરતા સમયે પણ કપડાંનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

Image Source

સંધ્યા જણાવે છે કે ‘અમે પોતાના બધા જ ગ્રાહકોને સુગંધિત ઈસ્ત્રી કરેલા કડક અને સરસ રીતે ગોઠવીને કપડાં આપવા માંગીએ છીએ, જેથી તેઓને એકદમ નવા કપડાં જેવી જ સુગંધ આવે. લોન્ડ્રી એ ભારતમાં મોટા પ્રમાણમાં અસંગઠિત ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં વ્યવસાયિક દ્રષ્ટિએ ધ્યાન આપવામાં નથી આવ્યું. અમે ઈસ્ત્રીપેટીથી આ કાર્યને સરળ બનાવવા માગીએ છીએ, જેનાથી ગ્રાહકોની ખુશી અને સંતોષ મળશે.’

મૂળ કેરળની સંધ્યા નામ્બિયારનું શિક્ષણ મદુરાઇ અને કોઈમ્બતુરમાં થયું છે. તેને વિઝ્યુઅલ કમ્યુનિકેશનના અભ્યાસ સાથે એચઆરમાં એમબીએ કર્યું છે. સંધ્યા કહે છે કે છેલ્લા સાત-આઠ વર્ષથી હું દક્ષિણ ભારતની એક જાણીતી મલ્ટી-નેશનલ કંપનીમાં એચઆરનું કામ કરી રહી હતી.

એ જણાવે છે કે લગ્ન કર્યા બાદ ઘણી જવાબદારીઓ માથે આવી ગઈ હતી. મારી કોશિશ એ જ રહેતી હતી કે મારુ જીવન સરળ રીતે ચાલે. મને બધી જ સર્વિસ ઘરે બેઠા મળી જાય. શનિવાર રવિવારના દિવસે પણ બહાર ન જવું પડે, કે ઘરમાં વધુ કામ ન હોય તો આરામ કરી શકું. નોકરીનો સમય સવારે નવથી સાંજે સાત વાગ્યા સુધીનો હતો, તો કપડાં ધોવા અને ઈસ્ત્રી કરવામાં હંમેશા પરેશાની થતી હતી. મને પાર્લરથી લઈને ક્લિનીંગ સુધીની સર્વિસ ઘરે મળી રહી હતી.

Image Source

સંધ્યા જણાવે છે એક મેં અનુભવ્યું કે મને બધું જ ઓનલાઇન બ્રાઉઝિંગ પર મળી જાય છે, પરંતુ લોન્ડરી ફ્રોમ હોમની સર્વિસ નથી મળતી. કહેવા માટે તો આ એક નાની સમસ્યા હતી, પરંતુ મેં પોતાના જેવા વર્કિંગ પ્રોફેશનલની ચિંતા સમજી. પછી આને લઈને માર્કેટ રિસર્ચ કર્યું તો વધુ વિકલ્પો ન હતા, જે પણ હતા એ મધ્યમવર્ગીય પરિવારોની પહોંચમાં ન હતા.

સંધ્યાના પતિ તમિલ ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. એ જણાવે છે કે મેં પોતાના પતિ સાથે આ આઈડિયા વિશે ચર્ચા કરી તો તેમને આ ખૂબ જ પસંદ આવ્યું. પરંતુ જયારે બેસીને વિચાર કર્યો તો સામે આ પડકાર હતો કે આ બિઝનેસ મેલ ડોમિનેટીંગ છે. આ ક્ષેત્રમાં પુરુષોનો દબદબો છે, એક મહિલા તરીકે મારી સામે ઘણા પડકારો હતા. તેમ છતાં મેં આને કરવાનો નિર્ણય લીધો.

Image Source

સંધ્યાને લાગ્યું કે આ ક્ષેત્રમાં હજુ કામ કરવાની જરૂર છે, એટલે સંધ્યાએ પોતાના જેવા વિચારોવાળા મિત્રો સાથે મળીને આ આઈડિયા પર કામ કરવાનું શરુ કર્યું. બસ આ જ વિચાર સાથે ઈસ્ત્રીપેટીનો પાયો નંખાયો. તામિલમાં ઈસ્ત્રીપેટીનો અર્થ લોખંડની ઈસ્ત્રી હોય છે જેમાં કોલસો ભરીને ગરમ કરીને કપડાંની ઈસ્ત્રી કરવામાં આવે છે. સંધ્યા જણાવે છે કે તેમને ઈસ્ત્રીપેટીની શરૂઆત પોતાની બચતના બે લાખ રૂપિયાથી કરી હતી. બે કર્મચારી રાખીને તેને આ કારોબાર શરુ કર્યો હતો, પરંતુ તેમને એ ખબર ન હતી કે આ રસ્તા પર ધાર્યા કરતા વધુ તકલીફો આવશે.

ઈસ્ટ્રીપેટી એક પ્રોફેશનલ આયર્નિંગ અને લોન્ડરિંગ બિઝનેસ છે. આ બી2બી (બિઝનેસ ટૂ બિઝનેસ) અને બી2સી (બિઝનેસ ટૂ કન્ઝ્યુમર) બંને પ્રકારના કલાયંટ્સને સર્વિસ આપે છે. ઈસ્ટ્રીપેટીની ઓફિસ ચેન્નઈમાં આવેલી છે. આ સ્ટાર્ટઅપ કપડાંને ઘર, ઓફિસ કે ગ્રાહકોની સુવિધા અનુસાર કશેથી પણ કપડાં લઇ જાય છે અને પછી તેમની જણાવેલી જગ્યા પર ડિલિવર કરી દે છે. આનો અર્થ એ થયો કે તમારે રોજ પોતાના ધોબી સાથે કપડાંના ડાઘ, દુર્ગંધ, રૂપિયા લેવા-દેવા બાબતે દલીલો નહિ કરવી પડે.

Image Source

જાન્યુઆરી 2018માં ચેન્નઈના નુંગમબક્કમમાં એક માઈક્રો-સાઈઝ સ્ટીમ આયર્નિંગ યુનિટના રૂપમાં ઈસ્ત્રીપેટી શરુ કરવામાં આવ્યું અને હવે આ સ્ટાર્ટઅપ શહેરના પલ્લીકરનઈમાં સ્થાપિત એક નાની ફેક્ટરી બની ગયું છે. અહીં કપડાં ધોવાની અને સ્ટીમ આયર્ન કરવા જેવી સુવિધાઓ મળે છે. આ હોસ્પિટાલિટી સેક્ટર અને રિટેલ ગ્રાહકોને સર્વિસ આપે છે. ઈસ્ટ્રીપેટીને સૌથી મોટી સફળતા ત્યારે મળી જયારે તેમને ઓયો અને કંપાસ સાથે બિઝનેસ ડીલ કરી.

સંધ્યા જણાવે છે કે તેઓ આખા શહેરમાં OYOને સર્વિસ આપે છે. તેમને કંપાસ દ્વારા ફોર્ડ અને શેલ જેવી મલ્ટીનેશનલ કંપનીનું કામ મળ્યું. આ સીટ્રીપેટી જેવા સ્ટાર્ટઅપ માટે શાનદાર અનુભવ છે. જો કે ઈસ્ટ્રીપેટીને આ રસ્તા પર ઘણા પડકારોનો પણ સામનો કરવો પડ્યો છે. પોતાનો અનુભવ જણાવતા સંધ્યા કહે છે કે જયારે તેઓ પોતાનો આઈડિયા લઈને માર્કેટમાં ઉતર્યા હતા ત્યારે લોકો તેમને વિચિત્ર રીતે જોતા, અને કહેતા કે આયર્નિંગ તમે કરવાના છો. સારું એવું એચઆરનું કામ કરતા હતા, આવો આઈડિયા કેમ આવ્યો. દરેક વ્યક્તિ એવું જ કહેતી કે કેમ આ બિઝનેસમાં આવી.

Image Source

તેમને લોકોને સમજાવવું પડ્યું કે સ્ટીમ આયર્નિંગ સામાન્ય આયર્નિંગ કરતા કઈ રીતે અલગ છે. સ્ટાર્ટઅપ સામે કપડાંની સુરક્ષાની સાથે જ તેની ક્વોલિટી પણ એવી જ રાખવાનો ભરોસો અપાવવાનો પણ પડકાર હતો. ભારતમાં લોકો કિંમતને લઈને ખૂબ જ સંવેદનશીલ છે, એટલે ઈસ્ટ્રીપેટીની સર્વિસને મધ્યમવર્ગીય પરિવારો અને નોકરિયાત પરિવારો માટે પરવડે તેવા બનાવવાનો પણ પડકાર હતો. જો કે સંધ્યા આ બધા જ પડકારોનો સામનો કરીને પોતાના આ સ્ટાર્ટઅપને અલગ ઓળખ અપાવવામાં સફળ થઇ ગઈ.

પોતાના આ સફર વિશે આ તે જણાવે છે કે પછી મેં પોતાના કામના માર્કેટિંગ પર ધ્યાન આપ્યું. રજાના દિવસોમાં અમે સપરિવાર મિત્રો સાથે આસપાસના વિસ્તારોમાં પેમ્ફલેટ વહેંચતા હતા. જેનો અમને સારો પ્રતિસાદ મળવા લાગ્યો, તો અમે એક નાની ઓફિસ ખોલી કાઢી. અને એક એંજલ ઇન્વેસ્ટર મળ્યો જેને 4.5 લાખ રૂપિયા લગાવ્યા તો મેં એની સાથે પોતાના હાથેથી ડિઝાઇન કરીને પોતાની ઓફિસ તૈયાર કરી. હવે તેમનો ટાર્ગેટ ફાઈવસ્ટાર હોટલ છે.

Image Source

સંધ્યા જણાવે છે કે અમે કામ પ્રેસ કરવાથી સારું કર્યું હતું પણ લોકોની ડિમાન્ડ બાદ તેમને ગ્રાહકોના ઘરેથી ગંદા કપડાં લઈએ સુગંધિત કડક અને સારી રીતે ફોલ્ડ કરીને સારા પેકીંગમાં કપડાં તેમને નવી જેવી હાલતમાં પાછા આપીએ છીએ. એનો ચાર્જ પણ 200 રૂપિયા પ્રતિ 3 કિલો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.