રિયાને ડ્રગ્સ મામલે બોમ્બે હાઇકોર્ટ દ્વારા જામીન મળી ગયા છે. આ બાદ રિયા ચક્રવર્તી ભાયખલા જેલમાંથી બહાર નીકળીને ઘરે પહોંચી ગઈ છે. રિયા ચક્રવર્તીને 28 દિવસ બાદ ઘર પહોંચતા જ તેની માતા સંધ્યા ચક્રવર્તી તેના આંસુ રોકી શકી ના હતી. જેવી જ ખબર મળી કે રિયાને જામીન મળી ગયા છે ત્યારે તેના મોઢામાંથી નીકળ્યું ‘ભગવાન છે.’
View this post on Instagram
હવે રિયા ચક્રવર્તીની માતા સંધ્યાએ જણાવ્યું હતું કે, તે તેની દીકરીને થેરાપી માટે મોકલશે. ટાઈમ્સ ઓફ ઇન્ડીયા સાથેની વાતચીતમાં રિયા ચક્રવર્તીની માતા સંધ્યાએ જણાવ્યું હતું કે, જે હાલતમાંથી નીકળી છે તે હવે કેવી રીતે ભૂલી શકશે ? પરંતુ તે એક ફાઈટર છે, તેને મજબૂત રહેવું પડશે.
View this post on Instagram
રિયાની માતાએ જણાવ્યું હતું કે, મારે થેરાપી કરાવી પડશે જેથી તે આ દુઃખમાંથી બહાર નીકળીને જિંદગી જીવી શકે. રિયાની માતાએ જણાવ્યું હતું કે, તે સમય અમારા માટે બહુ ખરાબ હતો. જયારે કોર્ટે બંને ભાઈ-બહેનની કસ્ટડી 2 અઠવાડિયા માટે વધારી હતી ત્યારે બેહોશ થઇ ગઈ હતી.
View this post on Instagram
સંધ્યાએ વધુમાં કહ્યું હતું કે, તેને એ વાતનું સુકુન છે કે રિયા જેલની બહાર નીકળી ગઈ છે પરંતુ હજુ આ લડાઈ અને પાગલપન પૂરું નથી થયું હજુ મારો દીકરો શૌવિક જેલમાં છે.
View this post on Instagram
સંધ્યા ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા મહિના તેના કેવા વીત્યા અને પરિવારને આ હાલતમાં જોઈને તેના મનમાં આપઘાતના વિચાર આવતા હતા. પરંતુ વિચાર્યું કે બાળકો માટે જીવી લઈશ. વધુમાં કહ્યું હતું કે, મારા બાળકો જેલમાં હોય હું બેડ પર સુઈ શકતી ના હતી, ખાઈ શકતી ના હતી. અચાનક જ અડધી રાતે અલગ-અલગ વિચાર આવતા હતા અને ઉઠીને બેસી જતી હતી. મને મારી દીકરી પર ગર્વ છે આટલું સહન કર્યા બાદ ઘરે આવીને બોલી, તમે દુઃખી કેમ લાગો છો, આપણે સ્ટ્રોંગ થઈને તેની સામે લડવાનું છે.
View this post on Instagram
રિયાની માતાએ કહ્યું હતું કે,દરવાજાની બેલ વાગતી હતી તો અમે ડરી જતા હતા. અમને ખબર ના હતી કોણ આવ્યું હશે. ઘણીવાર રિપોર્ટર પણ સીબીઆઈ બનીને અમારી બિલ્ડીંગમાં ઘુસી જતા હતા. આ જ કારણે અમારે દરવાજા પર સીસીટીવી કેમેરા લગાડી દીધા હતા.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.