IPLમાં સ્ટાર રહી ચુકેલો આ ખેલાડી નીકળ્યો બળાત્કારી, નાબાલિક સાથે રેપ કેસમાં થઇ 8 વર્ષની જેલ, જાણો સમગ્ર મામલો

IPLના આ ખેલાડી પર લાગ્યો હતો સગીરા સાથે બળાત્કારનો આરોપ, હવે કોર્ટે સંભળાવી દીધી 8 વર્ષની સજા, ટેલેન્ટડ ક્રિકેટરનું કેરિયર થઇ ગયું ખતમ

Sandeep Lamichhane In A Rape Case : હવે ટૂંક સમયમાં IPLનો માહોલ જામવાનો છે, ખેલાડીઓની બોલી પણ લગાવાઈ ગઈ છે અને દરેક ટીમે પોતાના ગમ્તાએક ખેલાડીઓની ખરીદી પણ કરી લીધી છે, ત્યારે આ સમય દરમિયાન આઇપીએલને લઈને આવતી તમામ અપડેટ પર પણ ક્રિકેટ રસિયાઓ નજર રાખીને બેઠેલા જોવા મળે છે. એવામાં ક્રિકેટ જગતને લઈને એક મોટી ખબર સામે આવી છે. નેપાળ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે IPL રમનાર સંદીપ લામિછાનેને બળાત્કારના કેસમાં આઠ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

સગીર સાથે બળાત્કારનો આરોપ :

નેપાળ કોર્ટે બુધવારે આ નિર્ણય સંભળાવ્યો. શિશિર રાજ ધકલની ખંડપીઠે સુનાવણી બાદ વળતર અને દંડ સહિત આઠ વર્ષની કેદનો ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટ ઓફિસર રામુ શર્માએ આ વાતની પુષ્ટિ કરી છે. આ પહેલા 29 ડિસેમ્બરના રોજ લામિછાને પર બળાત્કારનો આરોપ સાબિત થયો હતો. જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે બળાત્કાર વખતે પીડિતા સગીર નહોતી. હાલ તે જામીન પર બહાર હતો. 12મી જાન્યુઆરીએ પાટણ હાઈકોર્ટે તેને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.

કોર્ટે  સંભળાવી સજા :

લામિછાનેની રિવ્યુ પિટિશનનો જવાબ આપતા, જસ્ટિસ ધ્રુવ રાજ નંદા અને રમેશ દહલની સંયુક્ત બેંચે શરતો સાથે 20 લાખ રૂપિયાના નેપાળી બોન્ડ પર તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટે 4 નવેમ્બર, 2022ના રોજ કસ્ટડીની સુનાવણી બાદ લામિછાનેને સુંધરાની સેન્ટ્રલ જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને લમિછાણેએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ એટર્ની ઑફિસે 21 ઑગસ્ટના રોજ લામિછાને વિરુદ્ધ 17 વર્ષની છોકરી પર બળાત્કારનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. તેના પર ક્રિમિનલ કોડ 2074ની કલમ 219 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.

અલગ અલગ જગ્યાએ લઈ જઈને આચર્યું દુષ્કર્મ : 

પીડિતાનો આરોપ છે કે લામિછાને તેને 21 ઓગસ્ટ, 2022ના રોજ કાઠમંડુ અને ભક્તપુરના વિવિધ સ્થળોએ લઈ ગયો હતો. આ પછી તે તેને કાઠમંડુના સિનામંગલની એક હોટલમાં લઈ ગયા અને તેની સાથે બળાત્કાર કર્યો. આ ફરિયાદ બાદ લામિછાનેને નેપાળ ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. સંદીપ લેગ સ્પિનર ​​છે. 2016ના અંડર-19 વર્લ્ડ કપમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ત્યારબાદ નેપાળની ટીમ તે ટુર્નામેન્ટમાં આઠમા ક્રમે રહી હતી.

દિલ્હી કેપિટલ્સનો હતો ભાગ :

આ પછી તેને 2018માં IPL કોન્ટ્રાક્ટ મળ્યો હતો. દિલ્હી કેપિટલ્સે હરાજીમાં સંદીપને ખરીદ્યો હતો. IPL કોન્ટ્રાક્ટ મેળવનાર તે નેપાળનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો. દિલ્હીએ સંદીપને તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારે સંદીપ નેપાળ ક્રિકેટનો પોસ્ટર બોય બની ગયો હતો. આ સિવાય સંદીપ બિગ બેશ લીગમાં પણ રમી ચૂક્યો છે. તે વિશ્વભરની લીગનો મહત્વનો ભાગ છે. સંદીપે નેપાળ માટે અત્યાર સુધીમાં 51 વનડે અને 52 ટી-20 રમી છે. તેણે 51 વનડેમાં 112 વિકેટ અને 52 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 98 વિકેટ ઝડપી છે. આ સિવાય સંદીપે આઈપીએલમાં નવ મેચ રમી છે અને 13 વિકેટ લીધી છે.

Niraj Patel