નેહા કક્કરને ઈન્ડયન આઈડલમાં હરાવનાર આ સુરીલા ગાયકનું નાની ઉંમરમાં જ થઇ ગયું હતું મોત, પાછળ છોડી ગયો હતો એક મહિનાની દીકરી

આજે ફિલ્મી સિતારાઓની જેમાં બોલીવુડના ગાયક પણ લાઇમ લાઇટમાં છવાયેલા રહેતા હોય છે. ફિલ્મી દુનિયાની અંદર ઘણા એવા ગાયક અને ગાયિકાઓ છે જે રિયાલિટી શોમાંથી આગળ આવી છે અને આજે સિંગિંગની દુનિયામાં રાજ કરતી જોવા મળે છે. એવી જ એક ગાયિકા છે નેહા કક્કર, જે આજે કોઈ ઓળખાણની મહોતાજ નથી, દુનિયાભરમાં તેના નામનો ડંકો વાગે છે, જે તેના સોશિયલ મીડિયા ઉપરના ફોલોઅર્સ દ્વારા જ જોઈ શકાય છે.

નેહાએ પણ રિયાલિટી શો દ્વારા જ પોતાનું પહેલું પગથિયું ચઢ્યું હતું. પરંતુ આજે અમે વાત કરી રહ્યા છીએ એક એવા ગાયકની જેને નેહા કક્કરને પણ ટક્કર આપી હતી. ઇન્ડિયન આઈડલમાં નેહાને હરાવીને જેને ઇન્ડિયન આઇદળનો તાજ પોતાના માથે ગ્રહણ કર્યો હતો એવા ગાયકની. જે હાલમાં દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યો ગયો છે.

અમે વાત કરી રહ્યા છીએ સંદીપ આચાર્યની. જે ઇન્ડિયન આઇડલ જીત્યા બાદ બોલીવુડમાં મોટી ઓળખ ના બનાવી શક્યો. અને ફક્ત સ્ટેજ શો કરતો હતો. પરંતુ વર્ષ 2013માં એક ચોંકવાનરી  ખબર સામે આવી હતી કે સંદીપ આચાર્ય આ દુનિયાની અંદર નથી રહ્યા, તે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે.

રાજસ્થાનના બિકાનેરમાં રહેવા વાળા સંદીપ પોતાના અવાજનું જાદુ ચલાવતો હતો, જયારે તે ગાતો હતો ત્યારે તમને એક અલગ જ દુનિયામાં લઇ જતો હતો. જજની સાથે સાથે લોકો પણ તેને ખુબ જ પસંદ કરતા હતા. સંદીપને બાળપણથી જ ગાવાનો ખુબ જ શોખ હતો. પરંતુ તેના ઘરવાળાને તેના ટેલેન્ટ વિશેની ખબર નહોતી.

એકવાર સંદીપે સ્કૂલ કોમ્પિટિશનમાં ભાગ લીધો. જેમાં તે રનર અપ રહ્યો. અહિયાંથી જ તે ઓળખ મેળવી અને ઘણી જગ્યાએ પર્ફોમન્સ આપવા લાગ્યો. જેના બાદ તેને વર્ષ 2006માં ઇન્ડિયન આઇડલમાં ભાગ લીધો. આ સીઝનની અંદર જ નેહા કક્કર પણ પ્રતિ સ્પર્ધી તરીકે આવી હતી.

પરંતુ નેહા ત્રીજા જ રાઉન્ડમાં આ શોમાંથી બહાર થઇ ગઈ થઇ ગઈ હતી. તો સંદીપ આ સીઝનમાં અંત સુધી પહોંચ્યો અને વિજેતાનો ખિતાબ પોતાના નામે કર્યો. તે સમયે તેની ઉંમર ફક્ત 22 વર્ષની હતી. ઇન્ડિયન આઇડલ જીત્યા બાદ તેની કિસ્મત બદલાઈ ગઈ અને તે સૌથી મોંઘા ગાયક તરીકે સામે આવ્યો, તે એક શોના અઢીથી ત્રણ લાખ લેતો હતો. એક વર્ષમાં તે 60થી 65 શો કરતો હતો. તેને વિદેશમાં પણ ફપર્ફોમન્સ કર્યું.

પરંતુ વર્ષ 2013 સંદીપના માટે ખુબ જ ખરાબ રહ્યું. તે જોન્ડિસની બીમારીનો શિકાર બન્યો. 15 દિવસ સુધી તેની ગુરુગ્રામની એક હોસ્પિટલમા સારવાર ચાલતી રહી. અને 15 ડિસેમ્બર 2013ના રોજ 29 વર્ષની ઉંમરમાં તેનું બીમારીના કારણે જ નિધન થઇ ગયું.

સંદીપના લગ્ન વર્ષ 2012માં થયા હતા. તેની મોતના 20 દિવસ પહેલા જ તેની પત્ની નમ્રતાએ એક પ્રેમાળ દીકરીને જન્મ આપ્યો હતો. સંદીપના નિધનના કારણે તેના પરિવાર ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો.  તેના નિધનને આજે 8 વર્ષ પૂર્ણ થઇ ગયા છે તે છતાં પણ તેનો પરિવાર તેની ખોટ પૂર્ણ કરી શક્યો નથી.

Niraj Patel