દુનિયામાં ઘણા પ્રકારના કલાકારો પડેલા છે, અને કલાકારનું સર્જન એવું હોય છે જે જોઈને એમ થાય કે આનાથી કોઈ શ્રેષ્ઠ વસ્તુ હોઈ જ ના શકે, ઘણા ચિત્રકારોના ચિત્રો આપણે જોઈએ તો એ ચિત્રો જાણે જીવંત હોય એમ લાગે, ઘણા લોકો મૂર્તિ બનાવે ત્યારે એમ થાય કે જો એમાં સચ્ચાઈ જ પ્રાણ હોય તો કેવું સારું? એવા જ એક કલાકાર સાથે અમે તમને રૂબરૂ મલાવીશું, આ કલાકાર રેતીમાંથી પ્રાણીઓ બનાવે છે, અને જોનારને પણ એમ જ લાગે છે કે આ પ્રાણીઓ અસલી છે, પરંતુ હકીકતમાં તે રેતીમાંથી બનાવેલા હોય છે.
View this post on Instagram
દરિયાની રેતીમાંથી તમે નાના મોટા ઘર કે રમકડાં બનવ્યા હશે, પરંતુ આ વ્યક્તિ દરિયા કિનારે દરિયાની રેતીમાંથી પ્રાણીઓ બનાવી રહ્યો છે. આ કારનામુ કરનાર સેન્ડ આર્ટિસ્ટનું નામ છે એન્ડોની બસ્ટ્રેરિકા. જે પોતાના હાથના કમાલ દ્વારા આ કલાકૃતિઓ બનાવે છે અને જોનાર તેને સાચી પણ માની બેસે છે.
View this post on Instagram
એન્ડોની રેતીથી ક્યારેક હાથી બનાવે છે તો ક્યારેક બળદ, ક્યારેક ઘોડો કે ક્યારેક કૂતરો.ઘણા લોકો તેમની આ કલાના ચાહક છે.એન્ડોની જણાવે છે કે મોટી કૃતિઓ બનાવવા માટે તેમને 2થી 3 દિવસ જેટલો સમય લાગે છે જયારે સામાન્ય કૃતિઓ માટે તેમને 6થી 8 કલાકનો સમય લાગે છે.
View this post on Instagram
એક ઇન્ટરવ્યૂમાં એન્ડોનીએ જ જણાવ્યું હતું કે તેમને રેતીથી કમાલ કરવાનું 2010ની ગરમીઓમાં શરૂ કર્યું હતું, તે પણ તેમની બે બાળકીઓ સાથે, પછીથી તેમને અનુભવ થયા કે તેમના હાથમાં જાદુ છે, પછી આ સફર તેમની શરૂ થઇ ગઈ અને ચ્યહેલા 10 વર્ષોથી તે આ રીતે અલગ અલગ પ્રકારની કલાકુર્તિઓ દરિયા કિનારે બનાવતા રહે છે.
View this post on Instagram
રેતી દ્વારા બનાવેલી આ કલાકૃતિઓને તે અલગ અલગ મુખૌટા પણ પહેરાવે છે. તેમની આ કલાકૃતિના ઘણા ચાહકો છે, આ જોઈને તમે પણ એમના ચાહક ચોક્કસ બની જશો..
View this post on Instagram
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.