મનોરંજન

સલમાન ખાન સાથે પહેલી ફિલ્મથી જ હિટ થઇ ગઈ હતી આ અભિનેત્રી, પછી સફળતા ના મળતા, શરૂ કર્યું આવું કામ…

સુપરસ્ટાર સલમાન ખાન સાથે ફિલ્મમાં સુહાગરાતનો સીન આપીને ધૂમ મચાવનારી અત્યારે આવી દેખાય છે

બોલીવુડની ફિલ્મોમાં ઘણા કલાકરો આવ્યા અને ચાલ્યા પણ ગયા,ઘણા કલાકારોને શરુઆતમાં સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો તો ઘણા કલાકારો સાવ નિષ્ફ્ળ રહ્યા અને ફિલ્મી દૂનિયાથી દૂર થઇ ગયા.

Image Source

અભિનેતા સલામન ખાન છેલ્લા કેટલાય વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં રાજ કરે છે. તેને ઘણા કલાકારોને પણ પોતાની ફિલ્મોમાં ચાન્સ આપ્યો છે. ઘણી અભિનેત્રીઓને પણ તેને બોલીવુડમાં લોન્ચ કરી છે. જેમાંથી ઘણી અભિનેત્રીઓ આજે પોતાનો સિક્કો જમાવી લીધો છે તો ઘણી અભિનેત્રીઓ ફિલ્મી દુનિયાથી દૂર થઈને ગુમનામીના અંધારામાં ખોવાઈ ગઈ છે.

Image Source

સલમાનની એવી જ એક અભિનેત્રી છે ચાંદની. તેને વર્ષ 1991માં સલમાન ખાન સાથેની ફિલ્મ “સનમ બેવફા”થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ પણ દર્શકોને ખુબ જ પસંદ આવી હતી.

Image Source

પોતાની પહેલી ફિલ્મ હિટ થયા બાદ ચાંદની ચાહકો વચ્ચે ખુબ જ પ્રખ્યાત બની ગઈ હતી. પરંતુ આ ફિલ્મ બાદ તેની આવેલી કોઈપણ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર કમાલ ના કરી શકી. ઘણો સંઘર્ષ કર્યા બાદ પણ તે એક સફળ અભિનેત્રીઓના લિસ્ટમાં પોતાની જગ્યા ના બનાવી શકી.

Image Source

ચાંદનીએ લગભગ 6 વર્ષ સુધી બોલીવુડમાં કામ કર્યું, આ દરમિયાન તેને 10 ફિલ્મોમાં પણ કામ કર્યું, પરંતુ તેને જોઈએ એટલી સફળતા ના મળી શકી અને અંતે તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય કરી લીધો.

Image Source

જયારે ફિલ્મોમાં તેનો જાદુ ના ચાલ્યો ત્યારે વર્ષ 1994માં તેને સતીશ શર્મા સાથે લગ્ન કરી લીધા. ઘણા જ ઓછા લોકો જાણે છે કે ચાંદની તેનું અસલી નામ નહોતું. તેનું અસલી નામ ચાંદની નહિ પરંતુ નવોદિતા શર્મા હતું. તેને બોલીવુડમાં આવ્યા પછી પોતાનું નામ બદલી અને ચાંદની રાખી લીધું હતું.

Image Source

ભલે આજે ચાંદની બોલીવુડથી દૂર થઇ ગઈ હોય, પરંતુ વિદેશમાં રહીને પણ આજે તે ભારતનું નામ રોશન કરે છે. ચાંદની આજે ઓરેલેન્ડોમાં એક ડાન્સ એકેડમી ચલાવે છે. તે ઇન્ટરનેશનલ લેવલ ઉપર ડાન્સ શો પણ ચલાવે છે. ઓરલેન્ડોની અંદર ચાંદની પોતાના પતિ અને બે દીકરીઓ સાથે રહે છે.

Image Source

ચાંદનીને 5 વર્ષની ઉંમરથી જ ડાન્સનો ખુબ જ શોખ હતો. તેને ત્યારે જ ક્લાસિકલ અને મોર્ડન ડાન્સની તાલીમ લીધી હતી. પરંતુ તેને ફિલ્મોમાં જવાનો નિર્ણય કર્યો. પરંતુ ફિલ્મોમાં સફળતા ના મળતાં તેને હાર ના માની અને ડાન્સ ક્ષેત્રમાં જ આગળ વધી અને આજે વિદેશમાં ડાન્સ એકેડમી ચલાવી રહી છે.