મનોરંજન

પ્રેમીના મૃત્યુ પછી પણ સંજય દત્તની દીકરીને પળે-પળ સતાવે છે યાદ, મૃત પ્રેમીના જન્મદિવસ પર કહી આ વાત

સંજય દત્તની દીકરી ત્રિશાલા તેના મૃત્યુ પામેલ બોયફ્રેન્ડના બર્થડે પર ઈમોશનલ થઈ એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી સાથે ઈમોશનલ મેસેજ પણ લખ્યો હતો. ત્રિશાલાના ઇટાલિયન બોયફ્રેન્ડનું આ જ વર્ષે જુલાઈમાં જ મૃત્યુ થયું હતું.

ત્રિશલાએ આ ફોટો  શેર કરી કેપ્સનમાં લખ્યું હતું કે, ‘એક દિવસ, એક સેકેન્ડ કે એક પણ એવી ક્ષણ નથી જયારે હું તારા વિશે વિચારતી ન હોય. જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ. તારી આત્માને શાંતિ મળે. હું તને પ્રેમ કરું છું. લવ બેલા મીયા.’

 

View this post on Instagram

 

👼🏻🌤🕊💕

A post shared by 🧿 Trishala Dutt (@trishaladutt) on

જો કે ત્રિશાલાના આ ઇટાલિયન બોયફ્રેન્ડ વિશે વધુ કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. ત્રિશાલા આ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી તેની જૂની યાદો તાજી કરતી રહે છે.
બે વર્ષ સુધી ત્રિશાલા તેના ઇટાલિયન બોયફ્રેન્ડ સાથે રિલેશનશીપમાં રહી અને અચાનક 2 જુલાઈના તેના મૃત્યુના સમાચાર આવ્યા હતા.

આ પહેલા પણ ત્રિશાલાએ ઇન્સ્ટાગ્રામ પર તેના બોયફ્રેન્ડ સાથેની તેની તસ્વીર શેર કરી તેના મૃત્યુના સમાચાર આપ્યા હતા. તેને કેપ્સનમાં લખ્યું હતું કે,  ‘મારુ દિલ તૂટી ગયું. મને પ્રેમ કરવા માટે, મને પ્રોટેક્ટ અને મારુ ધ્યાન રાખવા બદલ થેન્ક યુ. તે મને જીવનમાં આટલી ખુશી આપી છે જેટલી મને પહેલા ક્યારેય નથી મળી. તને મળી અને હું દુનિયાની સૌથી ખુશનસીબ છોકરી બની ગઈ છું. તું મારી અંદર હમેંશા જીવતો રહીશ. હું તને પ્રેમ કરું છું અને તને ત્યાં સુધી યાદ કરતી રહીશ જ્યાં સુધી આપણે પાછા નહીં મળીએ. હંમેશા માટે તારી અને બસ તારી જ બેલા મીયા.’

જણાવી દઈએ કે, ત્રિશાલા સંજય દત્ત અને તેની પહેલી પત્ની રુચા શર્માની દીકરી છે. 1996માં જયારે રુચા શર્મા બ્રેઈન ટ્યુમરને કારણે મૃત્યુ થયું ત્યારે ત્રિશાલા ફક્ત આઠ વર્ષની જ હતી. મા ની મૃત્યુ બાદ ત્રિશાલા તેના માસી સાથે રહેવા લાગી હતી.

 

View this post on Instagram

 

August 6, 1964-December 10, 1996 #happymothersdaytomyangel #iloveyou #imissyou

A post shared by 🧿 Trishala Dutt (@trishaladutt) on

31 વર્ષની ત્રિશાલા ફેશન ઇન્ડસ્ટ્રીમાં તેનનો હાથ અજમાવે છે.અને 2014માં એમને ‘ડ્રિમ ડ્રેસીસ એક્સ્ટેશન’ પણ શરુ કર્યું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.