મનોરંજન

લગ્ન બાદ સના ખાને શૌહર સાથે લીધી કાર રાઈડની મજા, સાસુમાએ હાથથી ખવડાવી બિરયાની

પતિ સાથે ક્વોલિટી સમય પસાર કરી રહી છે સના ખાન, વાયરલ થઇ રહ્યો છે રોમેન્ટિક વિડીયો

ધાર્મિક કારણ આપીને બોલીવુડને અચાનક અલવિદા કહેનારી સના ખાને 20 નવેમ્બરના રોજ મુફ્તી અનસ સાથે લગ્ન કર્યા હતા. આ બાદ તેના લગ્નની ખબર લગાતાર ચર્ચામાં છે. સના ખાન હાલ તો તેના પતિ સાથે રોમેન્ટિક સમય વિતાવી રહી છે. સના ખાનનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Image source

આ વીડિયોમાં સના તેના પતિ સાથે ડ્રાઈવ પર નીકળી છે. જેમાં તેને પીચ કલરનો ડ્રેસ પહેર્યો છે. આ સાથે જ તેનો ચહેરો ઢાંકેલો જોવા મળે છે. જેના કારણે ફક્ત તેની આંખ જ જોવા મળે છે. સના ખાનનો પતિ મુફ્તી અનસ ગાડી ચલાવી રહ્યો છે.

Image source

તો સના ખાને તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર બિરિયાનીની  તસ્વીર શેર કરી હતી. આ સાથે જ લખ્યું હતું કે, મારા સાસુમાએ મારા માટે બિરિયાની બનાવી. સનાએ હાર્ટ શેપનું ઈમોજી બનાવ્યું હતું.

Image source

જણાવી દઈએ કે ગયા અઠવાડિયે સના ખાને સોશિયલ મીડિયા પર અચાનક લગ્નના સમાચાર આપીને તેના ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા. આ સાથે તેણે પોતાના લગ્નના ફોટા શેર કરતી એક પોસ્ટ પણ શેર કરી. સનાએ તેની મેંદી સમારોહની તસવીરો પણ શેર કરી હતી. સના ખાનના પતિ મુફ્તી અનસે લગ્નનો ફોટો શેર કરીને એક સુંદર પોસ્ટ લખી હતી.

Image source

સના ખાન રિયાલિટી શો બિગ બોસમાં જોવા મળી છે. આ શોથી તેને ઓળખ મળી હતી. આ પછી તેણે સલમાન ખાનની ફિલ્મ જય હો માં કામ કર્યું. જો કે,આ વર્ષે, તેણે શોબિઝની દુનિયા છોડવાનું નક્કી કર્યું હતું. સના ખાને 2005માં ફિલ્મ યે હૈ હાઈ સોસાયટી’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Jasus007 (@jasus007)