ફિલ્મી દુનિયા

22 વર્ષ બાદ આવી દેખાઈ છે શાહરુખ ખાનની ઓનસ્ક્રીન ‘દીકરી’. ક્યારેક આ કારણે ઘરવાળાની મુશ્ક્લીનો કરવો પડયો હતો સામનો

નાની હતી ત્યારે ખુબ જ ક્યૂટ હતી, અત્યારે બિકીનીમાં તસ્વીરો ખેંચાવી- 10 તસ્વીરો જોઈને આંખો ચાર થઇ જશે

શાહરુખ ખાનની સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં તેની દીકરી અંજલિનો રોલ નિભાવનાર સના સઇદ 32 વર્ષની થઇ ગઈ છે. 22 સપ્ટેમ્બર 1988ના રોજ મુંબઈમાં જન્મેલી સનાએ જયારે ‘કુછ કુછ હોતા હૈ’માં કામ કર્યું હતું ત્યારે તેની ઉંમર ફક્ત 10 વર્ષની હતી.

સનાએ બાળ કલાકાર તરીકે ‘હર દિલ જો પ્યાર કરેગા’ અને ‘બાદલ’ માં કામ કર્યું છે. સનાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની અમુક તસ્વીર શેર કરી છે. જેમાં તે બેહદ ગ્લેમરસ નજરે આવી રહી છે.

જણાવી દઈએ કે, આ સમય એવો હતો કે જયારે સના તેના ઘરવાળાની નારાજગીનો સામનો કરવો પડયો હતો. સના સઈદએ કરિયરની શરૂઆત 2014માં આવેલી કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી  કરી હતી.

ફિલ્મોની સાથે તે ટીવી શો ઝલક દિખલા ઝા -6 એમટીવી સ્પ્લિટ્સવિલા સેક્સી સના, નચ બલિયે -7 અને ફિયર ફેક્ટર ખતરો કે ખેલાડીમાં ભાગ લઇ ચૂકી છે.

સનાની પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો 2015માં તેનું નામ ડીજે અને આર્ટિસ્ટ દીપેશ શર્મા સાથે જોડાયું હતું. દીપેશની સાથે સનાએ ‘નચ બલિયે’ સીઝન -7 માં ભાગ લીધો હતો. દીપેશ એક બિઝનેસમેન હતો. તેની ગોવામાં Chronicle નામની એક રેસ્ટોરન્ટ પણ છે.

હાલમાં જ ખબર આવી હતી કે, સના સઈદ ઝહીર રનસિને ડેટ કરી રહી છે. ઝહીર સલમાનના દોસ્ત ઇકબાલનો દીકરો છે. સનાએ જયારે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ માં કામ કરી રહી હતી

 ત્યારે તેને ઘરવાળાના વિરોધનો સામનો કરવો પડયો હતો. સનાના પિતા ઇચ્છતા ના હતા કે, તે એક્ટિંગમાં તેનું કરિયર બનાવે.

જયારે સનાના માતા-પિતાને ખબર પડી કે, ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં દીકરી બિકીની અને ઘણા રિવીલિંગ કપડાં પહેરવાની છે. તે સમયે તે લોકો ભડકી ગયા હતા.

આ બાબતને લઈને સનાએ જયારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું  કે, મારા પિતા એ સમયના છે જેમાં ઘૂંટણથી ઉપર સ્કર્ટ પહેરવાનું વિચારી પણ નથી શકતા. તેને એ વાતનો ડર છે કે,કંઈક ખોટું ના થઇ જાય.

સનાના જણાવ્યા મુજબ, મારા ઘરવાળાના મનમાં બૉલીવુડની ખરાબ છબી છે પરંતુ શું કરવાનું છે શું નહીં તેનો અંતિમ ફેંસલો હું જ કરું છું.

તમને જણાવી દઈએ કે સના સઈદ 2018માં ટીવી શો ‘કોમેડી સર્કસ’ માં જોવા મળી હતી. આ બાદ તે કિચન ચેમ્પિયનમાં ગેસ્ટ તરીકે જોવા મળી હતી.

સના સઈદ અત્યાર સુધીમાં બાબુલ કા આંગન છૂટે ના, લો હો ગઈ પૂજા ઇશ ઘર કી, ઝલક દિખલા જા 6, યે હૈ આશિકી, ઝલક દિખલા જા 7 અને સિઝન 9 અને લાલ ઇશ્ક જેવા ટીવી શોમાં નજરે આવી ચુકી છે.

ફિલ્મોની વાત કરીએ તો સના સઈદે સ્ટુડન્ટ ઓફ ધ યરમાં ઉપરાંત ફગલી અને શોર્ટ ફિલ્મ કોટ ઈન ધ વેબમાં કામ કર્યું છે. તેની એક ફિલ્મ ‘સ્ટ્રેન્જર ગ્રુપ’ હાલ પ્રોસેસમાં છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.