75 વર્ષમાં પહેલીવાર એક હિંદુ છોકરીએ પાકિસ્તાનમાં રચી દીધો ગજબનો ઇતિહાસ, દેશની પહેલી એવી મહિલા બની જેણે પાસ કરી કઠીન પરીક્ષા

પાકિસ્તાનની હિંદુ મહિલાએ રચી દીધો ઇતિહાસ: પહેલીવાર હિંદુ છોકરી પ્રશાસનિક સેવા માટે પસંદ કારઇ, ફર્સ્ટ અટેમ્પમાં સફળતા

પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર કોઇ હિંદુ છોકરી સૌથી મુશ્કિલ પરીક્ષા પાસ કરવામાં કામયાબ થઇ છે. 27 વર્ષિય ડોક્ટર સના રામચંદ ગુલવાનીએ સેંટ્રલ સુપીરિયર સર્વિસિસ (CSS)ની પરીક્ષાને મે મહિનામાં ક્લિયર કરી હતી, પણ હવે તેની નિયુક્તિ પર પણ મોહર લાગી ગઇ છે. પાકિસ્તાનમાં આ પરીક્ષા સૌથી મુશ્કેલ માનવામાં આવે છે અને આનાથી ત્યાં પ્રશાસનિક સેવાઓ એટલે કે એડમિનિસ્ટ્રેટિવ સર્વિસિસમાં નિયુક્તિઓ થાય છે.

આને તમે ભારતની સિવિલ સર્વિસિસ પરીક્ષાની જેમ માની શકો છો, જેને યુનિયન પબ્લિક સર્વિસ કમીશન આયોજિત કરે છે. CSS પરીક્ષાને ઘણી કઠીન માનવામાં આવે છે. તેમાં આ વચ્ચે કુલ 2% કેંડિડેટ્સે જ સફળતા હાંસિલ કરી છે. સના આ મામલામાં સૌથી ખાસ રહી છે કારણે તેણે આ પરીક્ષા પહેલી જ અટેમ્પમાં પાસ કરી. સના મૂળરૂપે શિકારપુરની રહેવાસી છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના એક રીપોર્ટ પ્રમાણે સનાએ સિંઘ પ્રાતની રૂરલ સીટથી આ પરીક્ષામાં ભાગ લીધો હતો.

આ સીટ પાકિસ્તાનના એડમિનિસ્ટ્રેટિવ અંતર્ગત આવે છે. મીડિયા સાથે વાતચીતમાં સનાએ કહ્યુ કે, હું ઘણી ખુશ છું, આ મારો પહેલો પ્રયાસ હતો અને જે હું ઇચ્છતી હતી તે મેં હાંસિલ કરી લીધુ. સના કહે છે કે તેણે પરીક્ષા ક્લિયર કરવાનું નક્કી કરી લીધુ હતુ અને એના માટે શરૂઆતથી જ ઘણી મહેનત કરી હતી. સના અનુસાર, તેના પેરેન્ટ્સ નહોતા ઇચ્છતા કે તે એડમિનિસ્ટ્રેશનમાં જાય. પેરેન્ટ્સનું સપનું તેને મેડિકલ પ્રોફેશનમાં જોવાનું હતુ.

ખાસ વાત એ છે કે તેણે બંને ટાર્ગેટ પૂરા કર્યા. તે મેડિકલ પ્રોફેશન હોવા સાથે સાથે હવે એડમિનિસ્ટ્રેશનનો પણ ભાગ બનવા જઇ રહી છે. સનાએ પાંચ વર્ષ પહેલા શહીદ મોહતરમા બેનજીર ભુટ્ટો મેડિકલ યુનિવર્સિટીથી બેચલર ઓફ મેડિસિનમાં ગ્રેજ્યુએશન કર્યુ હતુ, તે બાદથી તે સર્જન છે. પાકિસ્તાનમાં આ બંને કોર્સ સાથે થાય છે. યુરોલોજીમાં તેની પાસે માસ્ટર ડિગ્રી છે. તે બાદ તે ફેડરલ વબ્લિક સર્વિસ કમીશનની તૈયારીમાં જોડાઇ ગઇ.

સના અનુસાર, પબ્લિક સર્વિસ પરીક્ષાની તુલના જો મેડિકલ પરીક્ષા સાથે કરવામાં આવે તો આ સરળ છે. તેણે કહ્યુ કે- હું આ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને એટલું જ કહીશ તે પોતાના પર વિશ્વાસ રાખો અને એ વિચારો કે કોઇ પણ પરીક્ષા પાસ કરી શકો છો. સના વિશેની પ્રાપ્ત જાણકારી અનુસાર, તે શિકારપુરની સરકારી સ્કૂલમાં ભણી છે. તે પોતે કહે છે કે સરકારી સ્કૂલમાં ભણનાર વિદ્યાર્થીઓને કમજોર ના સમજો.

આ વિદ્યાર્થીઓ કોઇ પણ કામયાબી હાંસિલ કરી શકે છે કે જે એલીટ સ્કૂલોના વિદ્યાર્થીઓ કરી શકે છે. સના હાલ તો કરાચીમાં રહે છે. પાકિસ્તાનમાં સનાએ એવો રેકોર્ડ બનાવ્યો છે આ વાતથી ત્યાં સમુદાયના લોકો ઘણા ખુશ છે કારણે કે તેણે આવી પરીક્ષા પાસ કરી છે, જે કોઇ પણ પાકિસ્તાની હિંદુ મહિલા 1947થી અત્યાર સુધી નથી કરી શકી.

Shah Jina