મનોરંજન

સના ખાનએ શેર કરી નિકાહની તસ્વીર, વ્હાઇટ ગાઉન અને અબાયા પહેરેલી આવી નજરે- જુઓ 7 તસ્વીર

સના ખાને અપ્સરા બનીને સાસરિયામાં કરી એન્ટ્રી, જુઓ 7 તસ્વીર એક ક્લિકે

બોલીવુડથી સંન્યાસ લઈને ઇસ્લામ ધર્મ પર ચાલનારી સના ખાનએ 20 નવેમ્બરના રોજ અંગત લોકોની હાજરીમાં સુરતમાં મુફ્તી અનસ સાથે નિકાહ કર્યા હતા. નિકાહ બાદ સના ખાને તેનું નામ બદલીને સૈયદ સના ખાન કરી લીધું છે. સનાના ચુપચાપ લગ્નથી બધા જ લોકો હેરાન હતા.

Image source

સના તેના નિકાહ બાદ ફરી એક વાર ચર્ચામાં આવી છે. સના તેના નિકાહ બાદ ઇન્સ્ટાગ્રામમાં વધુ એક્ટિવ થઇ ગઈ છે. સના તેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. આ વચ્ચે સનાના નિકાહવાળા અવતારની તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ છે.

Image source

ખરેખર, સનાએ તેના નિકાહના દિવસની તસ્વીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. સનાએ નિકાહના દિવસે વ્હાઇટ ગાઉન પહેર્યું હતું. જેવી તસ્વીર સામે આવી ત્યારે ફેન્સ તેના દીવાના થઇ ગયા હતા. માથા પર હિજાબ અને ગાઢ મહેંદીમાં સના ખાન અલગ જ અંદાજમાં નજરે આવી હતી.

Image source

નિકાહનો ગ્લો સના ખાન પર સાફ જોવા મળી રહ્યો હતો. મેકઅપની વાત કરવામાં આવે તો આઈશેડોથી લઈને બ્લશર સુધી બધું સના ખાનના લુકને ખાસ બનાવી રહ્યું હતું. સનાએ નિકાહ પર સ્ટાઇલ ઈનની ડિઝાઈનર ઋચા રાણાવતના આઉટફિટ પહેર્યા હતા.

Image source

આ તસ્વીરમાં તેની સાથે તેનો શૌહર અનસ સૈયદ પણ નજરે આવ્યો હતો. ન્યુલી વેડ કપલ તસ્વીરમાં બેહદ શાનદાર જોવા મળ્યું હતું.

Image source

સના અને અનસના સંબંધોની વાત કરીએ તો એક્ટર એજાઝ ખાનના માધ્યમથી બંનેની મુલાકાત થઇ હતી. એજાઝને જ બંનેની પહેલી વાર મુલાકાત કરાવી હતી. અનસને મળ્યા પછી સનાને સમજાયું કે તેણે ધર્મની નજીક રહેવું જોઈએ અને ગ્લેમર ઈન્ડસ્ટ્રીથી દૂર રહેવું જોઈએ. મુફ્તી અનસ ગુજરાતના સુરતનાં છે અને તે ધાર્મિક નેતા અથવા ઇસ્લામિક વિદ્વાન છે. તે વ્યવસાયે વેપારી પણ છે.

Image source

જણાવી દઈએ કે સનાએ 20 નવેમ્બરના રોજ મૌલવી અનસ સાથે નિકાહ કર્યા છે. નિકાહના આશરે એક મહિના પહેલા સનાએ બોલિવૂડને અલવિદા કહી દીધી હતી અને સોશિયલ મીડિયાથી તેના હોટ ફોટા ડીલીટ કરી નાખ્યા હતા.

Image source

સનાના ઇન્સ્ટાગ્રામ પર 3.8 મિલિયન ફોલોઅર્સ છે અને તે છેલ્લે હોટસ્ટાર વેબ સિરીઝ સ્પેશ્યલ ઓપ્સમાં સ્ક્રીન પર જોવા મળી હતી. તે બિગ બોસ સિઝન 6 અને સલમાન ખાનની જય હો માટે ખૂબ જાણીતી છે.