મનોરંજન

“હું તેની સાથે એ કરવા નથી માંગતી, જે તેને મારી સાથે કર્યું.” લગ્નના બે મહિના બાદ સના ખાને શા કારણે લખી આવી પોસ્ટ ?

બોલીવુડને અચાનક અલવિદા કહીને સુરતના મૌલાના મુફ્તી અનસ સૈયદ સાથે લગ્ન કરી લેનારી અભિનેત્રી સના ખાન ખુબ જ ચર્ચામાં રહે છે. લગ્ન બાદ તેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી જોવા મળી છે, પરંતુ આ દરમિયાન તેને ઇન્સ્ટાગ્રામ ઉપર એવી પોસ્ટ કરી છે જે ચર્ચાનો વિષય બની રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

સનાએ ઇન્સ્ટાગ્રામ ઉપર ભાવુક પોસ્ટ કરી છે, જેમાં તે જણાવી રહી છે કે, “કેટલાક લોકો લાંબા સમયથી મને લઈને નેગેટિવ વીડિયો બનાવી રહ્યા છે અને આ બધી વસ્તુઓને જોઈને મેં બહુ ધીરજથી કામ લીધું છે. પરંતુ હાલમાં જ કોઈએ મારા અતીત સાથે જોડાયેલો વીડિયો બનાવ્યો છે અને એમાં ઘણી બધી બકવાસ વાતો કહેવામાં આવી છે. શું તમને નથી ખબર આ પાપ છે કે વ્યકિતને એ વિષે ફરી અહેસાસ કરાવવો જેના ઉપર પહેલાથી જ તે માંફી માંગી ચુક્યો છે. મારુ દિલ ખુબ જ તૂટી ગયું છે.”

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

આ પોસ્ટ શેર કરવાની સાથે સનાએ કેપશનમાં લખ્યું છે કે, “હું તે વ્યકિતનું નામ નથી લેવા માંગતી કારણ કે હું તેની સાથે એવું કરવા નથી માંગતી જે તેને મારી સાથે કર્યું છે. પરંતુ આ બહુ જ ખરાબ છે.”

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

સના આગળ લખે છે કે, “જો કોઈનું સમર્થન નથી કરી શકતા તો શાંત રહો. આ પ્રકારની કઠોર કોમેન્ટ કરીને કોઈને પણ ડિપ્રેશનમાં ના મોકલો. જેનાથી વ્યક્તિ પોતાના અતીત વિશે ફરીથી દોશી અનુભવવા લાગે. કેટલાક લોકો જીવનમાં આગળ વધી જાય છે. કેટલાક મારા જેવા હોય છે જે વિચારે છે કે કદાચ હું એ સમયે પાછી જઈ શકતી અને વસ્તુઓને બદલી શકતી. મહેરબાની કરીને થોડા સારા માણસ બનો અને મારી સાથે લોકોને બદલાવ દો.”

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

સના દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટ ઉપર તેના ચાહકો તેના સમર્થનમાં પણ આવેલા દેખાય છે. લોકો કોમેન્ટ દ્વારા આવી વાતો ઉપર સનને ધ્યાન ના આપવાનું પણ જણાવે છે, સાથે એમને એમનું કર્મ જોઈ લેશે એમ પણ જણાવી રહ્યા છે.